Saturday, January 25, 2025
HomeNationalમિશન કાશ્મીરઃ શાહ ત્રણ દિવસ જમ્મુ-શ્રીનગરની મુલાકાતે આ રહ્યો આખો કાર્યક્રમ

મિશન કાશ્મીરઃ શાહ ત્રણ દિવસ જમ્મુ-શ્રીનગરની મુલાકાતે આ રહ્યો આખો કાર્યક્રમ

દેશના ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ જમ્મુ કાશ્મીરની મુલાકાતે નીકળ્યા છે. જેને લઈને કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ માટે સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. સિનિયર અધિકારીએ સ્થળ ભગવતી ગ્રાઉન્ડની સમીક્ષા કરી હતી. તાલિમ પામેલા ચોક્કસ કમાન્ડો શનિવારે રેલી સ્થળને પોતાના ઘેરાવમાં લઈ લેશે. સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ રેલીમાં તહેનાત રહેશે. ત્રણ હજાર સુરક્ષા જવાનો તહેનાત રહેશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અમિત શાહ તા.5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના પછી પહેલી વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. છેલ્લા કેટલાક દિવસથી પહાડી પ્રદેશમાં આતંકી ઘટનાઓમાં શિકાર થતા સ્થાનિકોને લઈ આ મુલાકાતને અતિ મહત્ત્વની માનવામાં આવે છે. અહીં શાહ ત્રણ દિવસ રહેશે. વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન અને શાર્પશૂટર્સને કાશ્મીરમાં તહેનાત કર્યા છે. તેને સ્ટ્રેટેજીક પોઈન્ટની દેખરેખ માટે માટે મોકલવામાં આવ્યા છે. શ્રીનગર પહોંચ્યા બાદ LG મનોજ સિંહની સાથે રાજભવન જશે. અહીં તેઓ RAW પ્રમુખ સામંત કુમાર ગોયલ, સેનાના મોટા અધિકારીઓ, IB ચીફ સહિત 12 મોટા સુરક્ષા અધિકારીઓએ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે.

કાશ્મીરમાં શાહના કાર્યક્રમો
શ્રીનગરથી શારજાહની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઇટનું પણ ઉદ્ધઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગયા મહિને પોતાની કાશ્મીરની મુલાકાત દરમિયાન શ્રીનગર અને યુએઇને જોડનારી ડાયરેક્ટ ફ્લાઇટ માટે જાહેરાત કરી હતી. શાહ શ્રીનગથી શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે અલગ-અલગ રાજકીય પાર્ટીના ડેલિગેશન, કાશ્મીર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હાઇસ ઓફ એસોસિએશન, કાશ્મીર ચેમ્બર્સ ઓફ કોમર્સ, સુરક્ષા એજન્સીઓ અને કાશ્મીર સરકારના આશિકારીઓ સાથે ખાસ મિટિંગ યોજી જરૂરી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે. આ બેઠકમાં એજન્ડામાં કાશ્મીરનો વિકાસનો મુદ્દો મોટો હોવાનું મનાય છે. ગૃહ મંત્રી તા.24 ઓકટોબરે ભાજપની એક રેલીને સંબોધન કરશે. તા.25 ઓકટોબરે તેઓ શ્રીનગરના SKICCમાં એક રેલીમાં સંબોધન કરશે. આતંકી હુમલામાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિત માખન લાલ બિંદરુંના પરિવાર સાથે પણ મુલાકાત કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW