ઈન્ડિયન આર્મીની 39 મહિલા અધિકારીઓને સુપ્રીમ કોર્ટમાં ચાલતા એક કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે આદેશ કર્યા છે. આ સાથે એવું પણ કહ્યું છે કે, આ આદેશનું પાલન ઝડપથી કરી દેવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે 25 અન્ય મહિલા અધિકારીઓને સ્થાયી કમિનશ ન આપવા પાછળના કારણ અંગે વિસ્તૃત જાણકારી દેવા માટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરિયાન એડિસન સોલિસિટર જનરલ સંજય જૈન અને વકીલ આર બાલાસુબ્રમણ્યિને જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેચને કહ્યું કે,72માંથી એક મહિલા અધિકારી સર્વિસ રીલિઝ કરવા માટે અરજી આપી હતી. આ માટે સરકારે 71 કેસમાં ફરી વિચારણા કરી છે. એમાંથી 39 સ્થાયી કમિશનને પાત્ર હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટેને જણાવ્યું કે, 71માંથી 39 ને સ્થાયી કમિશન આપી શકાય છે. આ સાથે જ કેન્દ્રએ કહ્યું કે, 71માંથી 7 ચિકિત્સકિય રીતે અનુપયુક્ત છે. જ્યારે 25 સામે ડિસિપ્લિનભંગના ગંભીર આરોપ છે. એમના ગ્રેડિંગ પણ ખરાબ છે. સુપ્રીમ કોર્ટમાં સૈન્યની મહિલા તરફથી અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા તા.8 ઑક્ટોબરના રોજ સૈન્યએ કહ્યું હતું કે, આને તમારા લેવલ પર સોલ્વ કરો. કોર્ટે કહ્યું હતું કે, એવું ન થવું જોઈએ કે, આ કેસમાં પણ અમારે કોઈ મોટો આદેશ દેવો પડે. મહિલા અધિકારીઓનું માનીએ તો તા.25 માર્ચ 2021ના રોજ ચૂકાદો આપ્યો હતો.
સ્પેશયલ સિલેક્શન બોર્ડમાં 60 ટકા પોઈન્ટ મળ્યા છે. જેની સામે ડિસિપ્લીન અને વિજિલેન્સના કેસ નથી એ મહિલા અધિકારીઓને સૈન્ય કાયમી ધોરણે કમિશન આપે. મહિલાને સ્થાયી કમિશન ન આપતા સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો.