પ્રિયંકા ચોપરાની કઝિન પરિણિતીએ બોલિવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. તા.22 ઑક્ટોબરના રોજ એનો જન્મદિવસ છે. વર્ષ 2011માં આવેલી ફિલ્મ લેડિઝ Vs રિક્કી બહલથી પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે ડિંપલ ચઢ્ઢાનું પાત્ર પ્લે કર્યું હતું. આજે બોલિવૂડની ફિટ એક્ટ્રેસમાં એનું નામ લેવામાં આવે છે. પણ એક સમયે પરિણીતી 86 કિલોની હતી. કમરની સાઈઝ 38ની હતી. એ પછી તેણે 28 કિલોનું વેઈટ લોસ કર્યું હતું.
પોતાને ફિટ બનાવવા માટે પરિણીતીએ ખૂબ જ મહેનત કરી છે. પોતાનુ વજન ઓછું કરવા માટે તેણે એક વસ્તુ ફોલો કરતી નથી. પોતાની જાતને ફીટ રાખવા માટે તે એક અલગ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. પોતાના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તે દરરોજ સવારે વૉકિંગ કરે છે. એ પછી ઘોડેસવારી કરે છે. જીમમાં તે કાર્ડિયો કરતી, ટ્રેડમિલ પર દોડતી અને ડાંસ પ્રેક્ટિસ પણ કરતી હતી. આ સિવાય એક કલાક દરરોજ કલારીપૈયટુની પ્રેક્ટિસ કરતી હતી. જે કેરળનું એક માર્શલ આર્ટ છે. આ સિવાય પોતાની જાતને ફીટ રાખવા માટે તેણે યોગાની મદદ પણ લીધી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સતત કસરત અને ડાયેટથી તેણે કુલ 28 કિલો વજન ઊતાર્યું હતું. સ્લીમ કરવા માટે ખૂબ પરસેવો પાડ્યો હતો. એક સમયે તે 38ની સાઈઝની જીન્સ પહેરતી હતી. પછી તેણે જીમિંગ ચાલું કર્યું હતું. હાલમાં એની કમરની સાઈઝ 30 ઈંચ છે. આવનારા દિવસોમાં એની ફિલ્મ ‘એનીમલ’ આવી રહી છે. એ પહેલા તેણે ‘ભૂજ’ અને સાઈના જેવી ‘દમદાર’ ફિલ્મ આપી હતી.