100 કરોડ વેક્સીનનો રેકોર્ડ થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, આ વાતને ભારતના સંદર્ભમાં જોતા સાધારણ અર્થ છે. એક તરફ કર્તવ્ય પાલન તો બીજી તરફ સફળતા. તા.21 ઑક્ટોબરના રોજ 100 કરોડ વેક્સીન ડોઝનો અસાધારણ લક્ષ્યાંક પાર જેની પાછળ 130 ભારતીવાસીની મહેનત છે. આ ભારતની સફળતા દરેક દેશવાસીની સફળતા છે. આ માટે દિલથી વધામણી આપું છું.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
100 કરોડ વેક્સીન ડોઝ માત્ર એક આંકડો નથી.દેશના સામર્થ્યનું પ્રતિબિંબ છે. ઈતિહાસના નવા અધ્યાયની રચના છે. એ નવા ભારતની તસવીર છે જે લક્ષ્ય નક્કી કરીને પાર કરવા જાણે છે.નવા ભારતની તસવીર છે. જે પોતાના સંકલ્પોની સિદ્ધી માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરે છે. ઘણા લોકો ભારત વેક્સીન પ્રોગ્રામની તુલના બીજા દેશ સાથે કરે છે. ભારતે જે સ્પીડથી 100 કરોડનો આંકડો પાર કર્યો છે. એના વખણ થઈ રહ્યા છે. પણ એક વાત છૂટી જાય છે કે, અમે આ શરૂઆત ક્યાંથી કરી હતી. દુનિયાના બીજા મોટા દેશ માટે વેક્સીન રીસર્ચ, વેક્સીન શોધવી એમાં ઘણા લોકોની મહારત છે.
ભારત મોટાભાગે આ દેશની બનાવેલી વેક્સીન પર નિર્ભર હતો. 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે સવાલ ઊભા થયા, શું આ મહામારીથી લડી શકશે.? બીજા દેશમાંથી વેક્સીન લેવા પૈસા ક્યાંથી આવશે.?, ક્યારે વેક્સીન મળશે, આટલા લોકોને વેક્સીન આપીશ શકાશે, અનેક પ્રશ્નો હતા. પણ આજે આ 100 કરોડ વેક્સીન ડોઝ દરેક સવાલનો જવાબ આપી રહ્યો છે. પોતાના નાગરિકોને 100કરોડ વેક્સીન ડોઝ આપ્યા છે એ પણ મફતમાં. કોઈ પ્રકારના ચાર્જ વગર. મિત્રો 100 કરોડ વેક્સીનનો પ્રભાવ એ પણ થશે કે, દુનિયા ભારતને કોરોના કરતા વધારે સુરક્ષિત માનશે. ભારતને એક સ્વીકૃતિ મળી છે એને મજબુત મળી છે. સમગ્ર વિશ્વ ભારતની આ શક્તિને જોઈ રહ્યો છે. મહેસુસ કરી રહ્યો છે. ભારતનું વેક્સીનેશન અભિયાન સબકા સાથ સબકા વિશ્વાસ,સબકા પ્રયાસથી આગળ વધ્યું છે.
કોરોનાની શરૂઆતમાં એવી પણ આશંકા હતી કે, ભારત જેવા લોકતંત્રમાં મહામારીથી લડવું મુશ્કેલ મનાતું. આટલું અનુશાસન કેવી રીત બન્યું.? પણ લોકતંત્રનો અર્થ સૌનો સાથ છે. દેશમાં તમામને મફત વેક્સીન અપાઈ છે. ગામ શહેર અંતરિયાળ વિસ્તારમાં એક જ મંત્ર રહ્યો જો બીમારીમાં ભેદભાવ નહીં તો વેક્સીનમાં પણ ભેદભાવ નહીં. ખાસ ધ્યાન રખાયું કે વેક્સીન પર વીઆઆઈપી કલ્ચર હાવી ન થાય વીઆઈપીને પણ સામાન્ય નાગરિકની જેમ જ વેક્સિન મળી છે. અહીં મોટા ભાગના લોકો વેકસીન લેવા આવશે જ નહીં ઘણા વિક્સીત દેશમાં આજે પણ વેક્સીનની જાગૃતિ પડકાર બની છે. પણ ભારતના લોકોએ 100 કરોડ વેક્સીન લઈ આવા લોકોને સ્તબ્ધ કરી દીધા છે. કોઈ પણ અભિયાનમાં બધાનો પ્રયત્નો જોડાય છે તો પરિણામ અદભૂત હોય છે.
અમે મહામારી સામે દેશની લડાઈમાં જનભાગીદારીને પહેલી તાકાત બનાવી હતી. ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ બનાવી. તાલી અને થાળી વગાડી, દીવા કર્યા ઘણા એ ત્યારે કહ્યું કે, શું આનાથી બીમારી ભાગશે પણ એમાંથી દેશની એકતાના દર્શન થયા. આ તાકાતે કોવિડ વેક્સીનનો આંકડો 100 કરોડ સુધી પહોંચાડ્યો.ઘણી વખત દેશે 1 કરોડ વેક્સીનનો આંકડો પાર કર્યો છે. આ ટેકનોલોજીનો મોટો ઉપયોગ છે. જે મોટા દેશ પાસે આવું સામર્થ્ય નથી. સમગ્ર પ્રોગ્રામ સાયન્સના ખોળામાં પેદા થયો એના આધાર પર ચાલ્યો અને ચારેય દિશા સુધી પહોંચ્યો ગર્વ કરવાની વાત છે કે, ભારતનો સમગ્ર વેક્સીન પ્રોગ્રામ સાયન્સ ગ્રીવન અને ડ્રીવન અને સાયન્સ વે પર રહ્યો છે. વેક્સીન લગવાના સુધી દરેક જગ્યાએ સાયન્ટિફિક એપ્રોચ સારો રહ્યો છે. પડકાર ઉત્પાદનનો હતો. વસ્તી હોવા છતા જુદા જુદા રાજ્યમાં અતરિયાળ ગામમાં વેક્સીન પહોંચાડવી ભગીરથ કાર્ય કરતા ઓછું ન હતું. નવા નવા ઈનોવેશનથી ભારતે એના ઉપાય શોધ્યા અને સફળ પણ કર્યા. ક્યા રાજ્યને કેટલી વેક્સીન,ક્યા વિસ્તારમાં કેટલી વેક્સીન એ અંગે સાયન્સ આધારિત કામ થયું
આ વ્યવસ્થા આકર્ષણનું કેન્દ્ર છે. ન માત્ર સામાન્ય લોકોને સુવિધા આપી પણ મેડિકલના કામને પણ સરળ બનાવ્યું આજે ચારેય બાજું એક વિશ્વાસ ઉત્સાહ, ઉમંગ છે. સમાજથી લઈને આર્થતંત્ર સુધી દરેક જગ્યાએ ઓપ્ટિમિઝમ જોવા મળે છે. નિષ્ણાંત અને દેશ અને બીજી એજન્સી રોજગારના નવા અવસર વધી રહ્યા છે. સ્ટાર્ટ અપમાં પણ રેકોર્ડ બન્યા છે. હાઉસિંગમાં પણ નવી ઊર્જા જોવા મળી છે. ગત મહિનાના ઘણા રીપોર્ટ નવી ડ્રોન પોલીસી સુધી ભારતની અર્થવ્યવસ્થાને વધારે સ્પીડથી આગળ વધારવામાં મોટો રોલ પ્લે કરશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને સંભાળીને રાખ્યું. આજે રેકોર્ડ લેવલ પર અનાજ ખરીદી થાય છે. વેક્સીનના વધી રહેલા વેગ સાથે આર્થિક સામાજિક પ્રગતિ તમામ બાજુ સાકારાત્મક પ્રવૃતિ થાય છે. આવાનારા દિવસો દિવાળી આવી રહી છે જે આને વેગ આપશે.
એ સમય હતો જ્યારે મેરી કન્ટ્રીની બોલબાલા હતી. પણ આજે દરેક દેશવાસી એ અનુભવ કરી રહ્યો છે. કે, મેડ ઈન ઈન્ડિયાની શક્તિ વધી છે મોટી થઈ છે. દરેક વસ્તુ મેડ ઈન ઈન્ડિયા હોય એને ખરીદવા પર ભાર મૂકો આ જન આંદોલન થકી સફળ થશે. ભારતમાં તૈયાર થયેલી વસ્તુ ખરીદવ વોકલ ફોર લોકલ આને વ્યવહારમાં લાવવો પડશે તમામના પ્રયત્નોથી આ પણ થશે. ગત દિવાળીએ લોકોના દિમાગમાં એક તણાવ હતો. પણ આ દિવાળી એ 100 કરોડ વેક્સીનને કારણે વિશ્વાસનો ભાવ છે. દેશની વેક્સીન સુરક્ષા આપી શકે તો દેશમાં ઉત્પાદિત સામાન આપણી દિવાળી ભવ્ય બનાવી શકે છે. દિવાળીના સમયે તહેવારના સમયે વેચાણ વધી જાય છે 100 કરોડ વેક્સીન ડોઝ નાના દુકાન દાર ઉદ્યોગપતિ અને તમામ માટે આશાની કિરણ બનીને આવ્યા છે. અમૃત મહોત્સવનો સંકલ્પ છે. આ સફળતા નવો આત્મવિશ્વાસ આપે છે. આજે કહી શકીયએ કે દેશ માટે મોટો ટાર્ગેટ નક્કી કરવો અને પાર પાડવો એ જાણ છે.. સતત સાવધાની પણ જરૂરી છે. કવચ ગમે એટલું ઉત્તમ હોય આધુનિક હોય કવચથી ગેરેન્ટી હોય તો પણ જ્યાં સુધી યુદ્ધ ચાલું છે ત્યાં સુધી હથિયાર ન મૂકાય. સતર્ક સાથે તહેવાર મનાવવાના છે. જ્યાં સુધી માસ્કનો સવાલ છે હું એટલું કહું છે જેમ પગરખા પહેરીને બહાર નીકળાય છે એમ માસ્ક પહેરીને બહાર જવાની ટેવ પાડો. જેને વેક્સીન લાગી છે એ બીજાને પ્રેરીત કરે. બધા પ્રયાસ કરશે તો કોરોનાને ઝડપથી હરાવીશું. આવનારા તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા