અકસ્માત ઝોન તરીકે પંકાયેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે જેમાં અનેક લોકો જીવ ગુમાવ્યા છે તો અગણિત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે આવો જે એક ગમખ્વાર અકસ્માત ગત રાત્રીના સર્જાયો હતો. રાજકોટથી ગોંડલ તરફ આવી રહેલા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રાજેશભાઇ જેઠાણીની કાર ગઇ કાલે રાત્રે બેકાબૂ બની હતી. ચાલકે સ્ટિયરિંગ પરથઈ કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર ટપી દ્વારકાધીશ હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઇ અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ કારના દરવાજા લોખંડના પાઇપથી તોડી બંનેને બહાર કાઢ્યા હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અકસ્માત સમયે કારની સ્પીડ ખુબ વધુ હોવાથી તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંનેને મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. કારની અંદર સીટ પર લોહીના ખાબોચીયા ભરાય ગયા હતો. તેમજ કારના દરવાજા પર પણ લોહીના રેગાડા જોવા મળ્યા હતા. લોકોએ લોખંડના પાઇપથી કારનો દરવાજો તોડી અંદર રહેલા બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા