HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસે રસ્તો ક્રોસ કરતા ટ્રક ચાલકને સ્કોર્પિયોએ હડફેટે લેતા ઈજાગ્રસ્ત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે રસ્તો ક્રોસ કરતા ટ્રક ચાલકને સ્કોર્પિયોએ હડફેટે લેતા ઈજાગ્રસ્ત

વાંકાનેર તાલુકા વિસ્તારમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં બેફામ દોડતી સ્કોર્પિયો કારના ચાલકે ટ્રક ડ્રાઈવરને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોશનાબેન દિનેશભાઈ ઓધવજીભાઈ કલોલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પતિ દિનેશભાઈ કલોલા ટ્રક નં. GJ-12-Y-9395માં બાયોકોલ ભરાવી ધોરાજીથી દહેજ તરફ જઈ રહ્યા હતા. તા. 29/03/2026ની રાત્રે અંદાજે એક વાગ્યાના આસપાસ તેઓ વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ બિસ્મિલ્લાહ હોટલ પાસે જમવા માટે રોકાયા હતા.

જમ્યા બાદ રોડની સામે આવેલી ચા દુકાન પર જવા માટે તેઓ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ચોટીલા તરફથી આવતી એક અજાણી સ્કોર્પિયો કારનો ચાલક પુરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારી આવ્યો હતો. કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી દિનેશભાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્મતમાં તેમને માથા, ડાબા ખભા અને પાછળના ભાગે ફ્રેક્ચર સહિત પેટ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવાથી મોડેથી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ અજાણ્યા સ્કોર્પિયો કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પો.સ.ઇ. ડી.વી. ખાંભલા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW