Friday, November 14, 2025
HomeNationalમુંબઈની 60 માળની ઈમારતમાં આગ, 19માં ફ્લોર પરથી પટકાયો વ્યક્તિ

મુંબઈની 60 માળની ઈમારતમાં આગ, 19માં ફ્લોર પરથી પટકાયો વ્યક્તિ

દેશના મહાનગર મુંબઈ શહેરના કરી રોડ વિસ્તાર પર આવેલા અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં શુક્રવારે એકાએક આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
મુંબઈ ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે, બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તનું 19માં માળેથી નીચે પટકાતા મોત થયું છે. આ ઘટના 60 માળના એપાર્ટમેન્ટના 19મા માળે બની છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમિક્ષા કરી છે.

મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. મુંબઈના ફાયર વિભાગે માહિતી આપી છે કે, 30 વર્ષના અરુણ તિવારી નામનો યુવક ભીષણ આગ જોઈ બાલ્કનીમાં લટક્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. અરુણના નીચે પડવાનો એક ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયામાંથી સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 20 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ આગ ઠારવા પ્રયાસ કરી રહ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિ સુરક્ષા ગાર્ડ હતો. અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page