દેશના કેન્દ્રીયમંત્રી અમિત શાહ મંગળવારે ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત ‘મોદીવાન’ને લીલીઝંડી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને 20 વર્ષી પૂરા થતાના અવસર પર ભાજપ આ મિશનની શરૂઆત કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.7 ઑક્ટોબર 2001ના રોજ પહેલી વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ ખાસ પ્રકારની વાનને કોશાંબી વિકાસ પરિષદ તરફથી સંચાલિત કરવામાં આવશે. જેને ભાજપના રાષ્ટ્રીય સચીવ વિનોદ સોનકર ચલાવી રહ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વિનોદ સોનકરે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના કોશાંબી જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રમાં પાંચ મોદીવાનનું સંચાલન કરવામાં આવશે. વાન માટે એક નિયંત્રણ કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. તમામ વાનનું સંચાલન આ કાર્યાલયમાંથી કરવામાં આવશે. આ ખાસ પ્રકારની વાનમાં 32 ઈંચનું ટેલિવિઝન, હાઈસ્પીડ ઈન્ટરનેટ જેવી સુવિધા આપવામાં આવી છે. જેના થકી વડાપ્રધાન મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું પ્રસારણ કરાશે. આ સિવાય સામાન્ય સભા, જનસભા અને નેતાઓના ભાષણને પણ પ્રસારિત કરાશે.
આ વાનમાં ટેલિમેડિસિન પણ સામિલ કરાયું છે. આ વાનમાં એક એવું મશીન છે જે એક વખતમાં 39 બ્લડ સેમ્પલ્સની તપાસ કરી શકે છે. આ વાન એક સાપ્તાહિક મેડિકલ બુલેટિન પણ પ્રસારિત કરશે. વાન ગામના લોકોને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શપથ લેવડાવશે. આ સિવાય પાણી બચાવો અને નદી-તળાવની સફાઈ માટે પણ લોકોમાં જાગૃતિ ફેલાવશે. મોદીવાન સુદુર ગામમાં કોવિડ 19 સામે વેક્સીનેશસનને વેગ આપવામાં પણ મદદરૂપ નીવડશે. વાનમાં લાગેલા મશીન અંતરિયા ગામમાં ટેલિમેડિસિન અને પાર્ટી તરફથી પસંદ થયેલા આરોગ્ય સેવકની મદદથી ગ્રામજનોને હેલ્થ ટિપ્સ પણ આવશે. આ વાન કેન્દ્રની અનેક યોજના અંતર્ગત મજૂર અને જુદા જુદા વર્ગ માટે કોઈ રજીસ્ટ્રેશનમાં પણ મદદ કરશે.
વિધવા પેન્શન,વિકલાંગ પેન્શન અને પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નામ નોંધણી કરાવવા માટે પણ મદદરૂપ થશે. આ સિવાય ગ્રામીણ લોકોને સરકારી યોજના અંગે પણ માહિતગાર કરશે. આ ઉપરાંત પક્ષની રેલી અને બીજા કાર્યક્રમો અંગે પણ આ વાનમાંથી લોકોને માહિતી મળી રહેશે. 13 વર્ષ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આ રીતે તેમણે સત્તા પર 20 વર્ષ પૂરા કર્યા છે.જેની ભાજપ તરફથી જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યો છે.