બનાસકાંઠાના ભીલડી ગામના વતની અને છેલ્લા 50 વર્ષ થી મુંબઇ માં સ્થાઇ થઇ રંગમંચ થી કેરીયર ની શરુઆત કરી. ગુજરાતી ફિલ્મો માં સ્થાન જમાવ્યુ. ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે અસંખ્ય ફિલ્મો કરી છે જેમા માનવી ની ભવાઇ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. મહીયર ની ચુંદડી તેમની શ્રેષ્ઠ ફિલ્મ રહી છે. રામાયણ માં નિષાદ રાજ ની ભુમિકાએ તેમને સમગ્ર દેશ માં ખ્યાતી અપાવી છે. આ ઉપરાંત તેમને હિન્દી સિરીયલો અને આઠ જેટલી હિન્દી ફિલ્મો પણ કરેલી છે.
ફિલ્મ ઇંડસ્ટ્રીઝ તેમને બાબલા ભાઇ કહીને બોલાવે છે અરવિંદત્રિવેદી તેમના જીગરજાન મિત્ર હતા તેમના અવસાન થી વ્યથીત થઇ ગયા હતા. આજે ટુંકી બીમારી બાદ તેમનુ અવસાન થયુ છે. લંકેશનો રેલ પ્લે કરનાર અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં અવસાન થયું હતું ત્યાર હવે વધુ એક પાત્રએ ઓચિંતી વિદાય લીધી છે. અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 75 વર્ષની વયે મુંબઈમાં મૃત્યું થયું છે.
ચંદ્રકાંત પંડ્યાએ રામાયણ સીરિયલમાં નિષાદરાજની ભૂમિકા બજાવી હતી. ત્યારથી તેઓ જાણીતા બન્યા હતા. સીરિયલની સાથોસાથ તેમણે ગુજરાતી ફિલ્મમાં પણ સારો અભિનય કર્યો હતો. મુંબઈ ખાતે એમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે ચંદ્રકાંત પંડ્યાનું યોગદાન ભૂલી શકાય એમ નથી. ઘણું મોટું યોગદાન એમનું રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘માનવીની ભવાઈ’ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધારે ફિલ્મમાં કામ કર્યું હતું. આ સિવાય ગુજરાતી ધાર્મિક, સામાજિક તથા નાટકોમાં કામ કર્યું છે. ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે થયો હતો. તા.1 જાન્યુઆરી 1946માં જન્મેલા ચંદ્રકાંતના પિતા મગનલાલ પોતાના વેપાર હેતું મુંબઈ ગયા હતા. પછી ત્યાં જ સ્થાઈ થઈ ગયા હતા. બાળપણથી જ ચંદ્રકાંતને નાટકમાં અને એક્ટિંગમાં રસ હતો. બીએ સુધીનો અભ્યાસ કર્યા બાદ અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથએ નાટકમાં કામ કરવાની તક મળી હતી.
બસ અહીંથી એમની એક્ટિંગ કેરિયરની શરૂઆત થઈ હતી. ચંદ્રકાંત પંડ્યાને સાત જુદા જુદા એવોર્ડ પણ મળ્યા હતા. ‘શોલે’ ફિલ્મના અમઝદ ખાન એમના ગાઢ મિત્ર રહ્યા છે. બંને સાથે કૉલેજમાં હતા. નાનપણથી જ એમને ઘોડેસવારીનો શોખ હતો. ‘કાદુ મકરાણી’ એમની પહેલી ફિલ્મ રહી છે. આ પછી તેમણે ગુજરાતી ફિલ્મ અભિનય ક્ષેત્રે પાછું વળીને જોયું નથી. જુદા જુદા રોલ પ્લે કરીને તેમણે પોતાનો એક અલગ ચાહકવર્ગ ઊભો કર્યો હતો. ‘જુવાનીના ઝેર’ ફિલ્મમાં તેઓ એક લીડ રોલમાં રહ્યા હતા. ‘મહિયરની ચૂંદડી’,’શેઠ જગડુશા’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોનબાઈની ચુંદડી’, ‘પાતળી પરમાર’ સહિત 100થી વધારે ફિલ્મોમાં એક્ટિંગ કરીને અનેક લોકોના દિલમાં સ્થાન કાયમ કર્યું હતું.