ભારત દેશમાં કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝનો આંકડો પૂરો થઈ ગયો છે. છેલ્લા 31 દિવસમાં 20 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. સરકાર વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાતમાટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 99 કરોડ 85 લાખથી વધુ ડોઝ અપાયા છે. 9 મહિના પહેલા આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી પહેલી સિનિયર સિટિઝનને આ ડોઝ આપવામાં આવ્યા હતા. હવે બાળકોને વેક્સીન આપવા માટેની સરકારીની તૈયારીઓ ચાલી રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
70 કરોડ 68 લાખ 91 હજાર 643 લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. 29 કરોડ 16 લાખ 61 હજાર 794 લોકોએ બંને ડોઝ લીધા છે. આજે ભારત એક ઐતિહાસિક લક્ષ્યાંક પાર કરી ચૂક્યો છે. દેશ 100 કરોડ કોરોના વેક્સિનેશનના જાદુઈ આંકડાને પાર કરી જતા રાજધાની દિલ્હીમાં આ અંગે એક મોટી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે PM મોદી એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML)પહોંચ્યા છે.
વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ કરવાની જાહેરાત કરવા સરકારે માટે ખાસ તૈયારીઓ કરી છે. આ માટે ટ્રેનો, વિમાનો અને જહાજો પર લાઉડસ્પીકર પરથી જાહેરાત કરવાની એક મોટી યોજના છે. જે ગામોએ 100% વેક્સિનેશન પૂર્ણ કર્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે 100 કરોડના આંકડા પૂર્ણ થયા બાદ તેમણે પોસ્ટર અને બેનરો લગાવીને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.30 વાગ્યે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ફ્રન્ટલાઈન કામદારો સાથે વાત કરી હતી.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ 100 કરોડ ડોઝ પૂર્ણ થવા પરની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને એક ફિલ્મ પણ લોન્ચ કર્યું હતું. બપોરે 12.30 કલાકે આ કાર્યક્રમ લાલ કિલ્લા પર રાખવામાં આવ્યો છે. 1400 કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવે તેવી શક્યતાઓ છે. દેશમાં બીજેપી નેતાઓને વેક્સિનેશન કેન્દ્રોની મુલાકાત લઈને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવા આદેશ અપાયા છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ગાઝિયાબાદ, જનરલ સેક્રેટરી અરુણ સિંહ કોઇમ્બતુર અને જનરલ સેક્રેટરી દુષ્યંત ગૌતમ લખનઉ જશે.