Saturday, January 25, 2025
HomeReligionભારતમાં આ સ્થળે આવી છે સૌથી મોટી કડાઈ, જાણો શું છે તેની...

ભારતમાં આ સ્થળે આવી છે સૌથી મોટી કડાઈ, જાણો શું છે તેની ખાસીયત

દુનિયમાં ઘણી પ્રકારની અજીબો ગરીબ ચીજો હોય છે. ભારતમાં આવી ઘણી અજીબો ચીજવસ્તુઓ પણ છે. જે અંગે ઘણા ઓછા લોકોને ખબર હોય છે અથવા તેની જાણકારી હોય છે. દરેક ઘરમાં ખાવાનું બનાવવા માટે કડાઈને ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કો, દુનિયાની સૌથી મોટી કડાઈ ક્યાં છે. ભારતના અજમેર શરીફ દરગાહમાં દાવો કરવામાં આવ્યો છે કે, ત્યાં દુનિયાની સૌથી મોટી કડાઈ છે.

“https://www.instagram.com/tv/CVMuJ1ytbDe/?utm_source=ig_embed&utm_campaign=loading”

સોશયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેને ફુડ બ્લોગર અમર સિરોહીએ ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. અમરે આશરે 7 મીનીટનો સમગ્ર વીડિયો પોતાના પેજ ઉપર શેર કર્યો છે. થોડી જ કલાકોમાં આ વીડિયોને 2 લાખથી પણ વધારે વ્યુઝ મળી ચુક્યાં છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. કડાઈનો ભાર 4800 કિલોગ્રામ છે અને તે ભારતની સૌથી મોટી કડાઈ છે. આજથી આશરે 450 વર્ષ પહેલા બાદશાહ અકબરના સાશનકાળથી તે અહીંયા ઉપર છે અને આજે પણ લંગર આ કડાઈમાં જ બનાવવામાં આવે છે.

આ કડાઈ અંગે અમરે જણાવ્યું હતું કે, દરગાહમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓ આવે છે તે પોતાની શ્રદ્ધાથી કડાઈમાં દાળ-ભાત અને પૈસા ચઢાવે છે. રૂપિયા કાઢ્યાં બાદ કઢાઈમાં રહેલા દાળ-ભાતને કાઢવામાં આવે છે. તે બાદ કડાઈમાં જાફરાની રાઈસ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સાફ સફાઈ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ટ્રેડીશન બાદશાહ અકબરના સમયથી 440 વર્સ પહેલાથી ચાલી આવી છે. જાફરાની રાઈસ બનાવવા માટે પાણી, ચોખા, મેંદો, ડ્રાઈફ્રુટ્સ, ખાંડ, ધીને ભેળવવામાં આવે છે અને દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓને તેનો પ્રસાદ આપવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW