છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબમાં રાજકીય દંગલ ચાલી રહ્યું છે. હવે કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. ગત મહિનામાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ હકીકત સામે આવી છે. જોકે, આ એલાનને ઔપચારિકા માનવામાં આવે છે. કેપ્ટન કોંગ્રેસથી અલગ ડગ ભરવાની વાતો કરી રહ્યા હતા પણ આ અંગેની અટકળોને મંગળવારે વિરામ આપી દીધો હતો. એક નવી રાજકીય પાર્ટી તૈયાર કરવાની તેમણે જાહેરાત કરી છે. જે ભાજપ સાથે ગઠબંધન કરે એવી શક્યતાઓ છે.
‘The battle for Punjab’s future is on. Will soon announce the launch of my own political party to serve the interests of Punjab & its people, including our farmers who’ve been fighting for their survival for over a year’: @capt_amarinder 1/3 pic.twitter.com/7ExAX9KkNG
— Raveen Thukral (@RT_Media_Capt) October 19, 2021
કેપ્ટન અમરિંદરસિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરીને નવી પાર્ટી બનશે એવું એલાન કર્યું છે. આ અંગે તેમણે વિશેષ પોસ્ટ શેર કરી હતી. તેમણે કેપ્ટન અમરિંદરસિંહનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, પંજાબના ભવિષ્યની લડાઈ ચાલું છે. પોતાની રાજકીય પાર્ટીનું ટૂંક સમયમાં એલાન કરીશ. જે પંજાબ, પંજાબના લોકો તથા ખેડૂતોના હીત માટે કામ કરશે. એક વર્ષથી વધુ સમયથી જેઓ પોતાના હક તથા અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે. કેપ્ટને ભાજપ સાથે ગઠબંધનને લઈને ઈશારો કર્યો છે. જો ખેડૂતોના મુદ્દાનો હલ નીકળી જાય છે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન થઈ શકે છે. ખેડૂતોના મુદ્દાનો ઉકેલ આવશે તો વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી માટે બેઠક વ્યવસ્થાને લઈ કોઈ મોટી આશા વ્યક્ત પંજાબ માટે કરી શકાય છે. સમાન વિચારધારા ધરાવતી પાર્ટી અકાલીદળથી અલગ થયેલી જેમ કે, ઢીંઢસા-બ્રહ્મપુરાના જુથ સાથે પણ હાથ મિલાવી નવી રાહ શોધી શકાય છે. હું મારા લોકો અને પંજાબનું ભવિષ્ય જ્યાં સુધી સુરક્ષિત ન કરી લઉં, ત્યા સુધી હું કોઈ શાંતિથી બેસવાનો નથી. રાજકીય સ્થિતરતા પંજાબમાં જરૂરી છે. આ સાથે અન્ય સુરક્ષા પણ જરૂરી છે. હું પંજાબની મારી પ્રજાને વચન આપું છું કે, શાંતિ અને સુરક્ષા માટે જે કંઈ થશે એ બનતુ બધુ જ કરીશ. એ મુદ્દા પર કામ કરવું પડશે. કેપ્ટનનો કહેવાનો અર્થ એ હતો કે, આંતરિક અને બહારની સુરક્ષા માટે હજું પગલાં પંજાબમાં ભરાવવા જોઈએ. આમ પણ કોંગ્રેસમાં રહીને નવજોતસિંહ સિદ્ધુ સાથે એમની આંતરીક ખેંચતાણ આખરે સપાટી પર આવી હતી.