Wednesday, December 11, 2024
HomeReligionજાણો કળવા ચોથ વ્રતનું મહત્વ શું કરવાથી ફાયદો

જાણો કળવા ચોથ વ્રતનું મહત્વ શું કરવાથી ફાયદો

Advertisement

પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવતુ કળવા ચોથનું વ્રત ખૂબ જ ખાસ છે. આ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ ઘણા દિવસો અગાઉથી તૈયારી કરે છે. આ વ્રત કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર રાખવામાં આવે છે, જે આ વર્ષે 24 ઓક્ટોબર 2021 ના રોજ છે. નિર્જલા વ્રત હોવાને કારણે આ વ્રત કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું છે કે ઉપવાસ સબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કળવા ચોથના દિવસે આ કામ ન કરો
કળવા ચોથના દિવસે, સૂર્યોદય પહેલા ઉઠો કારણ કે આ ઉપવાસ સૂર્ય ઉગતા પહેલા શરૂ થાય છે. સૂર્યોદય પછી શરૂ કરાયેલ ઉપવાસ માન્ય ગણાતો નથી.ઉપવાસ કરતી મહિલાઓએ જાતે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ પરંતુ ઘરના અન્ય સભ્યોને ઉઠાડવા ન જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે.


સાસુ દ્વારા આપવામાં આવેલી મીઠાઈ ખાઇને ઉપવાસ શરૂ કરે છે. જે સાસુ પોતાની વહુને આપે છે. આ સિવાય તે કપડાં અને શણગારની વસ્તુઓ પણ આપે છે.

કળવા ચોથના દિવસે કાળા, વાદળી, ગ્રે રંગના કપડાં ન પહેરવા, પરંતુ આ દિવસે માત્ર લાલ વસ્ત્રો પહેરવા. તે શુભ માનવામાં આવે છે.
ઉપવાસ કરતી સ્ત્રીઓએ પતિ સાથે કે અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરવો ન જોઈએ.તેનાથી ઉપવાસનું ફળ મળતું નથી.
કળવા ચોથના દિવસે કોઈપણ સફેદ વસ્તુનું દાન કરવું ખૂબ જ અશુભ કહેવાય છે. પછી તે સફેદ કપડું હોય, દૂધ-દહીં હોય કે સફેદ મીઠાઈ હોય.
કળવા ચોથના દિવસે ધારદાર વસ્તુઓનો પણ ઉપયોગ ન કરવો જોઇએ. આ દિવસે સોય અને દોરાના ઉપયોગની પણ મનાઇ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,094FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW