આતંકીઓની વિરુદ્ધ પૂંછ અને રાજોરી જિલ્લાના વન ક્ષેત્રમાં સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ૯ દિવસથી ચાલતા આ અભિયાનમાં અનેક ઈજા અને શહીદ થવાના સમાચાર મળી રહ્યા છે
જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાને બંધ કરવા હવે સુરક્ષા દળોને છૂટો દોંર આપવામાં આવ્યો છે. આતંકીઓ જ્યાં પણ છૂપાયેલ હોવાની આશંકા છે ત્યાં ત્યાં સુરક્ષા દળની ટીમને મુકવામાં આવી છે. સામાન્ય લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે.સુરક્ષા દળોને ઓપરેશન દરમિયાન સામાન્ય લોકોને નુકશાન ન થાય તે પહેલાથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

9 દિવસમાં પૂંછ,રાજોરી,જિલ્લા ચાલી રહ્યું છે ઓપરેશન
આતંકીઓ વિરુદ્ધ પૂંછ અને રાજોરી જિલ્લાના વન ક્ષેત્રમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે.નવ દિવસથી ચલાતા આ અભિયાનમાં અનેક સૈનિક ઈજાગ્રસ્ત થયા છે તો મોટી સંખ્યામાં સૈનિક શહીદ પણ થયા છે.
હવે આર પારની લડાઈના મૂડમાં સુરક્ષા જવાનો
આતંકીઓના સામાન્ય નાગરિકો પર તેમજ સૈન્ય જવાનો પર થઇ રહેલા હુમલાથી હવે સુરક્ષા જવાનો પણ આરપારની લડાઈ ના મુડમાં છે.સુરક્ષા દળની ટીમને અલગ અલગ સ્થળે મુકવામાં આવી છે. લોકોને મસ્જિદના લાઉડસ્પીકર થી એલાન કરી ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ લાઉડ સ્પીકરમાં લોકોને બહાર ન નીકળવા પોતાના પાલતું જનાવરો ઘરમાં રાખવા તેમજ જે લોકો પાલતું પશુઓને લઇ બહાર નીકળ્યા છે તેઓ તુરત ઘરે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી છે.
ખરેખર સેનાના જવાનોને આશંકા છે કે પૂંછ જિલ્લાના મેંઢરના વન ક્ષેત્રમાં આતંકી છુપાયેલ છે જેથી લોકોને વન ક્ષેત્રમાં ન જવા સુચના આપવામાં આવી છે.
11 ઓક્ટોબરના રોજ 5 જવાન શહીદ થયા છે
જમ્મુ કશ્મીરમાં ચાલી રહેલા સેનાના જવાનના આતંકી વિરુદ્ધ અભિયાન દરમિયાન એક જીએસીઓ સહિત ૪ જવાન શહીદ થયા હતા આ પછી સેનાએ જમ્મુ કશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ અધિકાર ક્ષેત્રમાં ડીકેજી પાસે એક ગામમાં ઓપરેશન ચલાવ્યું હતું ઇન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકીઓની હાજરી મળી આવી છે. આ દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન ઘાત લગાવી બેઠેલા આતંકીઓએ હુમલો કરી દીધો હતો.