ગુજરાત રાજ્ય સરકાર હવે યોગીના રસ્તા પર ચાલવા જઈ રહી છે અને અલગ અલગ ભવનના નામ બદલીની શરૂઆત કરી દીધી છે પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે .જે મુજબ ઇન્દિરા ગાંધી પ્રશિક્ષણ ભવન તોડી નરેન્દ્ર મોદી પ્રશિક્ષણ ભવન બનાવવામાં આવશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બાદ હવે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી પંચાયત પરિષદ પ્રશિક્ષણ ભવન બનાવવા જઈ રહી છે. ગાંધીનગરમાં બનેલા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની એક બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ઇન્દિરા ગાંધી પ્રશિક્ષણ ભવન તોડી ત્યાં નવું ભવન બનાવી તેનું નામ નરેન્દ્ર મોદી પ્રશિક્ષણ ભવન કરવામાં આવશે.આ અંગેનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલી દેવાયો છે.
મુખ્યમંત્રી ભુપ્રેન્દ્ર પટેલની મંજુરી બાદ અમદાવાદ ક્રિકેટ સ્ટેડીયમ પછી નરેન્દ્ર મોદીના નામ પર પ્રશિક્ષણ ભવન બનશે. પરિષદની એક કાર્યકારી બેઠકમાં એક પ્રસ્તાવ પાસ થયો હતો જે મુજબ જે મુજબ 1983માં બનાવેલ છે તાલીમ ભવન ઘણું જુનું છે. અને જર્જરિત થઈ ગયું છે.જેનું પુન:નિર્માણ કરવામાં આવશે અને તેનું નામ નરેન્દ્ર મોદી નામ રાખવામાં આવશે.
દેશના ગૃહ મંત્રી અમિત શાહ ને પણ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. રાજ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા આગામી સમયમાં પ્રધાનમંત્રી મોદીને મળશે પણ આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે
આ અંગે કોંગ્રેસના સીનીયર નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો તમારે આ જ કામગીરી કરવી હોય તો દેશની તમામ ઈમારતોના નામ નરેન્દ્ર મોદી નામ કરી દેવું જોઈએ કેમ કે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીના સન્માનમાં આ બિલ્ડીંગનું નામ રાખવામાં આવ્યું હતું.કેમકે તેઓએ આ ભવનનું ખાતમુર્હુત કર્યું હતું.હાલ નરેન્દ્ર મોદી જીવિત છે તો કરવું બિલકુલ યોગ્ય નથી. આવનાર દિવસમાં કોંગ્રેસ આનો વિરોધ કરશે.