હાલ ઉતરાખંડમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે મોટા પાયે અલગ અલગ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની રહી છે.સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ સરકારે હાલ યાત્રા અટકાવી દેવાઈ છે અને લોકો જ્યાં છે ત્યાં જ રહેવા સુચના આપવામાં આવી છે આ યાત્રાધામ ખાતે ગુજરાતના લોકો મોટી સંખ્યામાં ગયા છે અનેક ત્યાં ફસાઈ જતા લોકોના જીવ અધર થઇ ગયા છે.ઇન્ડિયા એક્ઝેટની ટીમે યાત્રાળુઓનો સંપર્ક કર્યો હતો તેઓએ જણાવ્યું હતું
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
મોરબી શહેરના પણ વજેપર વિસ્તારમાં રહેતા પરિવારના તેમજ રસોયા સહિતના 46 જેટલા લોકો પણ ચાર ધામ યાત્રા માટે નીકળ્યા હતા હાલ 46 યાત્રાળુઓ તેમજ લોકલ ગાઈડ સહીત 47 લોકો શિમલા કિન્નોર માર્ગ પર આવેલ પાગલ નાલા પાસે ફસાયેલ છે તેમની સાથે ઇન્ડિયા એક્ઝેટની ટીમે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે .અહીંથી મોટા પાયે માટી ધસી રહી હતી. જેથી વ્યવસ્થા તંત્રે અમને અહી જ અટકાવી દીધા હતા.
અહીની અમને પાણી અને ફૂડ પેકેટ આપ્યા હતા .અમે તમામ સુરક્ષીત છીએ હાલ અમે જ્યાં છીએ ત્યાં આગળ હજુ પણ માટી ધસી રહી છે જેથી સ્થાનિક તંત્ર દ્વારા તેની સફાઈ કરવામાં આવી રહી છે. અમને અડધી કલાક પછી આગળ જવા દેવામાં આવશે તેવી માહિતી આપી છે તેમ યાત્રાળુ કલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું