Wednesday, September 11, 2024
HomeGujaratમોરબીના કુલ 46 લોકો ઉતરાખંડની આફતમાં ફસાયા 100થી વધુ ગુજરાતીઓના જીવ...

મોરબીના કુલ 46 લોકો ઉતરાખંડની આફતમાં ફસાયા 100થી વધુ ગુજરાતીઓના જીવ તાળવે

ઉત્તરાખંડની આફતમાં ફસાયેલા ગુજરાતીઓનો આંકડો સામે આવ્યો છે. જેમાં દેશભરના કુલ 3000થી વધારે લોકો ફસાયા હોવાના વાવડ મળી રહ્યા છે. કેદારનાથમાં રાજકોટના 6 અને સૌરાષ્ટ્રના 50 સહિત 125થી વધુ ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે. કુલ દેશભરના 3000 લોકો કેદારનાથમાં ફસાયા હોવાનું જાણવા મળે છે. રાજકોટની કણસાગરા કૉલેજના પ્રોફેસરે કહ્યું હતું કે, રાજકોટના 20 યાત્રાળુઓ હાલ કેદારનાથમાં નીચેના ભાગમાં છે. જે સુરક્ષિત છે, બાકી રાજકોટના 6 લોકો, સૌરાષ્ટ્રના 50 જેટલા લોકો કેદારનાથમાં ઉપરના ભાગે ફસાયેલા છે. અહીં નેટવર્ક ન હોવાને કારણે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મોરબી જિલ્લાના કુલ 46 અને ત્યાંના એક લોકલ ગાઈડ સાથે મળી કુલ 47 યાત્રીઓ ફસાયા છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હાલ તેઓ કેદારનાથથી નીચે સીતાપુર બેઝકેમ્સમાં પહોંચી ગયા છે. એ પછી અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદને કારણે યાત્રાને અટકાવવામાં આવી રહી છે, રસ્તામાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે. જેની માઠી અસર પરિવહન પર થઈ છે. ઘણા પ્રવાસીઓ અહીં ફસાયા છે. રસ્તાઓ તૂટી ગયા છે, સતત 50 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. કોઈ પણ પ્રવાસીઓને આગળ જવા દેવા માટેની કોઈ મંજૂરી નથી. નવી સૂચના મળે નહીં ત્યાં સુધી યાત્રા શરૂ નહીં થાય. ઘોડા, પાલખી અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી દેવામાં આવી છે.

ફસાયેલા પ્રવાસીઓના નામ

મનસુખભાઈ ડી પરમાર
ભારતીબેન એમ પરમાર
જીજ્ઞાબેન એમ પરમાર
નીતાબેન પરમાર
વિવેકભાઈ પરમાર
કલ્યાણભાઈ પરમાર
મંજુલાબેન પરમાર
મનિષાબેન પરમાર
જલ્પાબેન પરમાર
પરાગભાઈ પરમાર
માવજીભાઈ પરમાર
મીનાબેન પરમાર
કિશનભાઈ પરમાર
પ્રેમજીભાઈ પરમાર
ગીતાબેન પરમાર
કાશીબેન પરમાર
અમિતભાઈ પરમાર
ખુશીબેન પરમાર
ભૂમિબેન પરમાર
કલ્પેશભાઈ પરમાર
રૂપલબેન પરમાર
શિવાભાઈ પરમાર
વાલજીભાઈ પરમાર
ઓધવજીભાઈ પરમાર
ઊર્મિલાબેન પરમાર
અંકિતાબેન પરમાર
મનીષભાઈ પરમાર
પાયલબેન પરમાર
લક્ષ્મણભાઈ પરમાર
ભાનુંબેન પરમાર
નિમિષાબેન પરમાર
દેવાંશીબેન પરમાર
બાબુભાઈ પરમાર
હીરાભાઈ પરમાર
સોનલબેન પરમાર
મિતાબેન પરમાર
હર્ષાબેન પરમાર
રોહિતભાઈ પરમાર
ભોગીલાલ નકુમ
સવિતાબેન નકુમ
અવચરભાઈ કંઝારિયા
જમનબેન કંઝારિયા
પ્રદીપભાઈ અગ્રાવત
હેતલબેન રાઠોડ
ગૌરીબેન પિત્રોડા
લીલાબેન દેત્રોજા
ભગવાનસિંહ

શિવમ ગોસ્વામી
ચિરાગબેન ગોસ્વામી
રસિકભાઈ દેકેવાડિયા
સરલાબેન દેકેવાડિયા
રાજેશભાઇ ગંડેચા
પુષ્પાબેન ગંડેચા

ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા માટે નીકળેલ સેકડો ગુજરાતી અધ વચ્ચે ફસાઈ ગયા છે. ઉતરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરી પ્રવાસીઓને ખસેડવાની કામગીરી હાથ ધરી છે.ઉતરકાશી નૈનીતાલ અને આસપાસના વિસ્તારમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે.


મળતી માહિતી પ્રમાણે ગંગોત્રીમાં પણ ભારે વરસાદના લીધે હજારો ગાડીઓ અટકાવી દેવી પડી છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ છે કે કોઈને પણ આગળ વધવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. અને જ્યાં પણ હોય ત્યાંથી સુરક્ષિત સ્થળે રહેવા જણાવ્યું છે.


ચારધામ યાત્રાને હાલ પુરતી અટકાવી દર્શન માટે પહોચેલા યાત્રાળુને પરત પણ મોકલવામાં આવી રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ચાર ધામ યાત્રા માટે પહોચેલ યાત્રાળુઓને આગળ ન વધવાની ચેતવણી આપી છે.
અહીના ચાર ભગા બ્રીજને બંધ કરી દેવાયો છે. અને મુસાફરોને પાછા વળવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્ટેટ ડીઝાસ્ટર કન્ટ્રોલ કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

ઉતરકાશી, નૈનીતાલ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાર ધામની યાત્રા કરવા ગયેલા ગુજરાતી અટવાઈ ગયા છે.હજુ પણ ઉતરાખંડમાં આવતા ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે ચારધામ યાત્રા રોકી દેવાઈ છે.
બીજી તરફ ચારધામ યાત્રાએ નીકળેલ ગુજરાતના સેકડી પ્રવાસીઓ અધવચ્ચે અટવાયા છે. ત્યારે ગુજરાત સરકારે 079- 23251900 હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ઉતરાખંડ સરકારે આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. બીજી તરફ પીએમ મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલ સતત ઉતરાખંડના સીએમ પુષ્કર ધામીના સંપર્કમાં છે,

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW