આપણા દેશમાં એવા ઘણા મંદિરો આવેલા છે કે જે તેમના અનોખા રહસ્યોથી ઓળખાતા હોય છે. આવા જ મંદિરની આપણે વાત કરીશું. આ કાળાસર ગામમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. જે ચોટીલા તાલુકામાં આવે છે.
આ મંદિરમાં દર્શન કરવા માટે એક નાનકડો પહાડ પણ ચડવો પડે છે. જેમાં મા હિંગળાજ માતાની મૂર્તિ સિવાય બીજા પણ માતાજી અને ભગવાનની મૂર્તિ નું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. આ હિંગળાજ માતાની મૂર્તિના દર્શન કરવા એક ગુફામાંથી જવું પડે છે. આ મંદિરમાં માતાજી શયન મુદ્રામાં બિરાજમાન છે.આ મૂર્તિના દર્શન કરવાથી બધા ભક્તોના દુઃખ દૂર થઇ જાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ હિંગળાજ માતાની મૂર્તિ પહાડોની વચ્ચેથી નીકળી હતી. આ મંદિરમાં બહુ દુરદુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને બધા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે.
આ મંદિરમાં માતાજી શયન અવસ્થામાં હોવાથી ત્યાં દર્શન કરવા માટે ભારે ભક્તોની ભીડ જામે છે.આ મંદિરમાં જે ભક્તો શ્રધ્ધાથી દર્શને આવે છે. આ મંદિરમાં અનેક રહસ્યો પણ છુપાયેલા છે. બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.