શિયાળુ પાક વાવણીની તૈયારી છે તેવા સમયે રાસાયણિક ખાતરના ભાવોમાં કમરતોળ વધારો કરવામાં આવેલ છે. ખેડૂતો પહેલા અના વૃષ્ટિ અને પછી અતિ વૃષ્ટિનો ભોગ બનેલ છે. સરકાર તરફ તેઓ ને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપર થી ખેડૂતો ને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતર ના ભાવ માં વધારો કરવામાં આવેલ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ ખાતરનો ભાવ વધારો ખેડૂતો ના મૃત્ય ઘંટ સમાન સાબિત થશે. ખેડૂતો એકતો હેરાન છે. ઉપર થી આ વધારો ખેડૂતો વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકો ને પણ અનાજ, શાકભાજીવગેરે માં ભાવ વધારાનો સામનો કરવો પડશે. એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ, અને ગેસ ના ભાવવધારા થી પરેશાન છે. અને હવે અનાજ તેમજ શાકભાજી વધારાનો ભોગ બનશે. આમ તો ચોમેર મોઘવારી એ મજા મૂકી છે. ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કથી બની ગયું છે. તેવા માં આ વધારો યોગ્ય નથી. આ ખાતર નો ભાવ વધારો પાછો ખેચવામાં આવે તેવી માંગણી કરી છે . જો આવું કરવામાં નહી આવે તો, આ ખેડૂતો ને સાથે રાખીને અમારે ના છુટકે જલદ આંદોલનો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.