રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ હવે વહેલી સવારે તથા સાંજ પડતા પાછા ફરતા ઠંડા પવનો વહેવાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાત રાજયમાં આગામી અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થવાનો છે. નવા અઠવાડિયાની શરુઆત સાથે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાશે, જે પછી ધીમે-ધીમે ગુલાબી ઠંડીની શરુઆત થશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
હવામાન વિભાગે ગુજરાતમાં લગભગ તમામ સ્થળો પર હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દાહોદ તથા મહિસાગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આગામી અઠવાડિયાની મધ્ય સુધીમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.આ વર્ષે કડકડતી ઠંડી પડશે અને શિયાળો ગુલાબી ઠંડી સાથે પોતાનો રંગ બતાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.