ગુજરાત ભાજપમાં નેતૃત્વ પરિવર્તન બાદ પક્ષની આંતરીક બાબતો આગામી ચૂંટણીમાં ટિકિટ સહિતના મુદે નિવેદન આપી રહેલા સી.આર.પાટીલે હવે ટ્રેક બદલ્યો છે. તાજમહાલ અને અક્ષરધામ મંદિરની તુલના કરતા સૌને તાજમહલ જોવા જવાના બદલે અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા અપીલ કરી હતી. ગોપીનાથ મહારાજના વાર્ષિક ઉત્સવને સંબોધન કરતા સી.આર. પાટીલે એવું નિવેદન કર્યુ કે જેઓને તાજમહાલ ગમે છે એમની નજરમાં ખામી છે. તાજમહલ કરતા અક્ષરધામ સવાયુ છે. મેં તો અક્ષરધામ જોયું છે અને તાજમહાલ પણ જોયો છે. જો કોઈને તાજમહાલ પસંદ હોય તો તેની નજરમાં ખામી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
મારા ચશ્માના નંબર પણ બરાબર છે, એમ લાગે છે કે તાજમહાલ કરતા દિલ્હીથી અક્ષરધામ જોવાની વધુ ધન્યતા અનુભવી છે. તેમજ આ પ્રકારના વસ્તુનું નિર્માણ થઈ રહ્યું છે તેનાથી ઈતિહાસ સચવાશે. પાટીલે આ બાદ કાર્યક્રમમાં મોડા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંગે પણ રમૂજ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી કાર્યક્રમમાં મોડા તેઓએ અડધો કલાક મોડું થશે તેવું કહ્યું હતું પણ એક કલાક મોડા થયા છે. સાહેબ મુખ્યમંત્રી છે તેથી મોડા આવે તો આપણાથી કંઈ કહેવાય નહી. રાહ જોવી જ પડે પણ હવે તેમને રોકવાનો અધિકાર છે. એમને રોકી લો પણ મને રજા આપી દો… પાટીલે ફરી સીએમને ‘ભોળા’ ગણાવતા કહ્યું કે, તેઓ રાજકારણમાં કેમ આવ્યા તે પણ તપાસનો વિષય છે. તેઓ ભોળા છે પણ કોઈ તેમને છેતરી શકશે નહી. સાહેબને ઘણીવાર વધારે રોકવા પડે છે. પણ સામેવાળો ગમે તેવો ચાલાક હોય તો પણ સીએમને છેતરી શકશે નહી.