ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ તરીકે હાર્દિક પટેલની નિમણુક કરવામાં આવશે તેવા કેટલીક મીડિયા ચેનલ તેમજ સોશ્યલ મીડિયામાં સમાચાર વહેતા થયા હતા. જે બાદ આ સમાચાર ખોટા હોવાનું જણાવી પોતે કોંગ્રેસના પ્રમુખ બનાવ્યાની વાતનો રદિયો આપ્યો છે. આ અંગે તેણે સોશ્યલ મીડિયામાં ખુલાસો આપતા જણાવ્યું હતું કે મારો સંઘર્ષ માત્ર જનહિત અને ગુજરાતની જીત માટે છે. પદ કે હોદાની મને લાલચ નથી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પોતે હાલ ૨૮ વર્ષના હોય અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ બનાવીને આટલી નાની ઉમરમાં ઘણું આપ્યું છે.નાની ઉમરમાં મારી સામે ઘણા કેસ થયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પહેલા પણ હું આંદોલન દ્વારા લોકો માટે લડતો હતો અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી પણ ગુજરાતમાં સતા પરિવર્તન માટે લડી રહ્યો છે.મીડિયામાં ચાલી રહેલી અનેક પ્રકારની અફવાઓ અને સમાચારનું ખંડન કર્યું હતું.જે કોઈ પણ કોંગ્રેસના પ્રમુખ બને પછી તે કોઈપણ સમાજમાંથી કે કોઈપણ વ્યક્તિ હોય અમે સૌ તેમના નેતૃત્વમાં સતા પરિવર્તનની લડાઈ લડીશું અને જીતીશું