દેશમાં જોરશોરથી વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. સરકારે બાળકોને વેક્સીન આપવા માટે પણ એલાન કરી દીધું છે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટેના સંકેત ટાસ્ક ફોર્સના ચીફ વી.કે. પોલે આપ્યા છે. ખાસ કરીને બાળકોને લઈને વેક્સીનેશન પ્રોગ્રામની હાલની સ્થિતિ અંગે મોટી ચોખવટ કરી દીધી છે. જોકે, દુનિયાના ઘણા દેશમાં બાળકોને વેક્સીન આપવાનું ચાલું કરી દેવામાં આવ્યું છે. આ કેસમાં કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ વી કે પોલે ચોખવટ કરી છે. તેમણે વેક્સીનને લઈને વિસ્તૃત માહિતી શેર કરી છે. વી.કે. પોલે કહ્યું કે, બાળકોને પણ વેક્સીન આપવામાં આવશે. ભારત સરકાર આ માટે કામ કરી રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અમને એ વાતનો ખ્યાલ છે કે, દુનિયાના ઘણા દેશમાં બાળકોને વેક્સીનેટ કરી દેવામાં આવ્યા છે. કેટલાક દેશમાં બાળકોને વેક્સીન આપવાનું કામ ચાલું છે. અમે પણ કોઈ યોગ્ય નિર્ણય કરીશું જે માટે રીસર્ચ અને સપ્લાયની સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય લેવાશે. આ કેસમાં અત્યારે તો કોઈ પ્રકારની ટાઈમલાઈન આપવામાં આવી નથી. Zydus Cadilaની વેક્સીનને પણ વેક્સીનેશનમાં સામિલ કરી લેવાઈ છે. આ માટેની ચોક્કસ ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે. કોઈ મોટો નિર્ણય ટૂંક જ સમયમાં લેવાશે. જોકે, બાળકોને ક્યારે વેક્સીન અપાશે એ અંગે કોઈ સમય સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. પોલે ઉમેર્યું હતું. દેશમાંથી સંપૂર્ણ રીતે કોરોના હજું ગયો નથી. એ દેશવાસીઓની વચ્ચે જ છે. કોરોના વાયરસના કેસ દેશમાંથી ઓછા થયા છે. પણ સંપૂર્ણ પણે ખતમ થયા નથી. દેશના દરેક રાજ્યમાં પૂરતી વેક્સીન આપવામાં આવી છે. તેમ છતાં એલર્ટ રહેવાનું છે. સાવધાની રાખવાની છે. અનેક દેશમાં બેથી વધારે વેવ જોવા મળી છે. જેના કારણે એ દેશના કેસમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે. ભારતની સ્થિતિ કંટ્રોલમાં રહી છે. કોરોનાની સ્થિતિને લઈને કોઈ દાવો કરી શકાય એમ નથી. તહેવારની સીઝન આપણા દેશમાં શરૂ થવામાં છે. એવામાં વાયરસ ફરી સક્રિય થઈ શકે છે. એ વાતની ખુશી છે કે, દેશમાં હવે વેક્સીનની કોઈ અછત નથી.
દેશના રાજ્યો પાસે પૂરતા પ્રમાણમાં વેક્સીન છે. હાલમાં પણ રાજ્યોને આપવામાં આવે છે. જેથી દરેકે વેક્સીનેશન અભિયાનને એક વેગ સાથે આગળ વધારવું જોઈએ. આ વર્ષના અંત સુધીમાં દેશના દરેક એડલ્ટને વેક્સીન અપાઈ ગઈ હશે. દેશમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 14146 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 195846 છે. આ પહેલા વિષય નિષ્ણાંત કમિટીએ હૈદરાબાદની ભારત બાયોટેકની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. જે બાળકોને ધ્યાને લઈ અપાઈ હતી. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા હજુ કોવેક્સીનનો આગ્રહ કરે છે. પણ હાલમાં કોઈ એક નામ ફિક્સ કરી શકાય એમ નથી.