સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.જેમાં ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર ટકરાયાં હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.આ 6 વાહનો એક્સપ્રેસ વે પર એક સાથે અથડાતા રસ્તો ગોઝારો સાબિત થયો છે. છ લોકો ઈજાગ્રથ થયા હતા. ઈજાગ્રથને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અકસ્માત બાદ બે વાહનો વચ્ચે એક કાર બુકડો વળી થઈ ગયો હતો રીપોર્ટ અનુસાર, અકસ્માત બાદ પુણેથી મુંબઈનો એક્સપ્રેસ વે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. જેના કારણે રસ્તા પર વાહનોના થાપા લાગીગ્યા હતા . રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી.
અકસ્માતને પગલે મુંબઈ તરફના માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.હાઇવે પોલીસની ટીમ સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત થઈગઈ હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની ખામી સામે આવી રહી છે. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. આ અકસ્માતમાં બે મોટા વાહન વચ્ચે બુકડો વળી ગયેલી સ્વિફ્ટ કાર પુણેથી મુંબઈ તરફ જઇ રહ્યા હતા.