Monday, July 14, 2025
HomeGujaratરાજ્યમાં શિયાળાનું ધીમા પગે આગમન,આ વર્ષે પડશે હાડ થીજવતી ઠંડી

રાજ્યમાં શિયાળાનું ધીમા પગે આગમન,આ વર્ષે પડશે હાડ થીજવતી ઠંડી

રાજ્યમાં ચાલુ વર્ષે ક્યાંક સમાન્ય તો ક્યાંક ભારે વરસાદ બાદ હવે ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે.હિમાલયની પર્વતમાળા પર સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ ચુકી છે સાથે સાથે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. રાતનું તાપમાન પણ ઠંડુ થઈ જતાં ફરીવાર ઠંડીનો અનુભવ કરાવે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. ઠંડી શરૂ થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે.

એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page