ટી-20 વર્લ્ડ કપનો આગાઝ રવિવારે 17 ઓક્ટોબરથી થવાનો છે. બાંગ્લાદેશની ટીમ ગ્રુપ બીના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રવિવારે સ્કોટલેન્ડની સામે મેદાનમાં ઉતરશે. બાંગ્લાદેશને પહેલા રાઉન્ડમાં સ્કોટલેન્ડ, ઓમાન અને પાપુઓ ન્યુગિનીની સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપની ટોપ-2 ટીમોને સુપર 12માં જગ્યા મળશે. ગ્રુપ-બીના એક અન્ય મેચમાં રવિવારે ઓમાન અને પાપુઆ ન્યુગિની સામે રમાશે. ક્વોલિફાઈંગના ગ્રુપ-એમાં આયરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામીબિયા છે. સુપર-12ના મેચો 23 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. 16 ટીમો વચ્ચે કુલ 45 મેચો રમાશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાશે. ફાઈનલ મેચ હવામાન કે વરસાદના કારણે નહીં રમાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
બાંગ્લાદેશની ટીમ આ ટૂર્નામેન્ટ પહેલા કેલેન્ડર વર્ષમાં 9 ટી-20 ઈન્ટરનેશનલ મેચો જીતી ચુકી છે અને માત્ર સાઉથ આફ્રિકાથી તે પાછળ છે. સાઉથ આફ્રિકાએ 12 મેચ જીત્યાં છે. બાંગ્લાદેશે ઝિમ્બાબ્બેને (2-1), ઓસ્ટ્રેલીયાને (4-1) અને ન્યુઝીલેન્ડને (3-2)થી સીરીઝ જીતી ચુકી છે. જો બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-બીમાં સૌથી ઉપર રહીને ક્વોલિફાઈ થાય છે તો સુપર-12માં તે ભારત, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન તથા ગ્રુપ-એની ઉપવિજેતા ટીમ સામે રમશે. લીગ રાઉન્ડ દરમયાન જો વરસાદ થાય છે તો એક મેચમાં 5 ઓવરનો મેચ જરૂર રહેશે. તો સેમીફાઈનલ અને ફાઈનલમાં એક ઈનિગ્સમાં ઓછામાં ઓછી 10 ઓવરની રમત કરવામાં આવશે.
બાંગ્લાદેશ માટે જો કે ટી-20 વર્લ્ડ કપમાં સફર સારો રહ્યો નથી. 2007ની શરૂઆતમાં ટીમ સુપર-8માં પહોંચી હતી. જે તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હતું. પરંતુ તે બાદમાં ટીમ 2009, 2010 અને 2012માં એક પણ જીત મેળવી શકી ન હતી. 2014માં ટીમોની સંખ્યા વધારીને 16 કરી દેવાઈ તો બાંગ્લાદેશની ટીમ પરત ફરી અને ગ્રુપ-એમાં શીખર ઉપર રહીને સુપર-10માં પહોંચી હતી. જો કે તે બાદ પણ તમામ ચાર મેચો હાથમાંથી ગુમાવી દીધા હતાં. તો 2016માં આ સિલસિલો યથાવત્ત રહ્યો હતો.
બાંગ્લાદેશની ટીમ ખરા સમયે ફોર્મમાં પરત આવી છે અને આઈસીસી રેંકીંગમાં ટીમ છઠ્ઠા સ્થાને છે. ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને અફઘાનિસ્તાનથી આગળ છે. કેપ્ટન મહમુદુલ્લાહ ઘણા અનુભવી છે. જ્યારે ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હાલમાં સમાપ્ત થયેલી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કોલકતા નાઈટ રાઈડર્સ માટે સારૂ પ્રદર્શન કરીને ટીમમાં જોડાઈ ગયાં છે. ટીમ માટે મુશ્ફિકુર રહીમ, સૌમ્ય સરકાર અને ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન ઘણા મહત્વના સાબિત થવાના છે. અનુભવી ઓલરાઉન્ડર બેટ્સમેન ઈકબાલની અનુપસ્થિતિમાં બેટિંગની જવાબદારી લિટન દાસ, નઈમ શેખ, શાકિબ, મુશ્ફિકુર અને કેપ્ટનના ખંભા ઉપર રહેશે