કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા વાવડ છે. આ વર્ષે દિવાળી પર કર્મચારીઓને એક સાથે ત્રણ મોટી ભેટ મળી શકે છે. પહેલી ભેટ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એકવાર ફરીથી વધારો થઈ શકે છે. બીજી ભેટ તરીકે કર્મચારીઓના DA એરિયર પર સરકાર સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ પરિણામ નીકળી શકે છે. આ સાથે જ પીએફ પર વ્યાજ દિવાળી પહેલા જમા થઈ શકે છે.

જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થું નક્કી કરાયું નથી. જાન્યુઆરીથી મે 2021 ના AICPI આંકડાથી જણાવે છે કે તેમાં 3 ટકા સુધીનો વધારો મોટો થઈ શકે છે. એ જ રીતે DA 3% વધ્યા બાદ હવે 31 ટકા પર પહોંચી જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર સરકાર દશેરા કે દિવાળીની આસપાસ DA વધારાની જાહેરાત કરી શકે છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો થઈ ચૂક્યો છે. સરકારે જુલાઈ 2021થી તેને 28 ટકા કર્યું છે. જો હવે તે જૂન 2021માં 3 ટકા વધે તો ત્યારબાદ DA (17+4+3+4+3) સાથે 31 ટકા પર પહોંચી જશે. એટલે કે જો કોઈ કર્મચારીની બેઝિક સેલરી 50,000 રૂપિયા હશે તો તેને 15,500 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. કર્મચારીઓને દિવાળી સુધીમાં 18 મહિનાનું અટકેલું મોંઘવારી ભથ્થું મળી શકે છે. નાણા મંત્રાલયે કોવિડ-19 મહામારીના કારણે મે 2020માં DA વધારાને 30 જૂન 2021 સુધી રોકવામાં આવ્યું હતું.