Friday, April 18, 2025
HomeGujaratSaurashtra Kutchhમોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ હંસરાજભાઈ કૈલાનો આજે જન્મદિવસ છે તેઓ આજે સફળતાના 37 વર્ષ પૂર્ણ કરી 38 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જીગ્નેશ કૈલાએ પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં જીગ્નેશ કૈલાએ 500 જેટલી બાળાઓ નો નવરાત્રી પર જ જીવન સુરક્ષા વીમો ઉતારી આપ્યો હતો સાથે જ મોરબીની શેરી ગરબીઓમાં 500 થી વધુ બાળકીઓને લ્હાણી વિતરણ કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે સુમેળભર્યું વ્યક્તિત્વ અને બહોળું મિત્ર વર્તુળ અને સ્વભાવે શાંત મિતભાષી એવા જીજ્ઞેશ કૈલાના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે સાથે તેઓ જીવનના સફળતાના શિખરો પાર કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાના જન્મ દિવસ ની ભાજપના આગેવાનો સાથે કેક કાપી ને ઉજવણી કરી જેમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા , મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા , સહકારી ક્ષેત્ર ના આગેવાન મગનભાઈ વડાવીયા , જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા , કારોબારી ચેરમેન જ્યંતિભાઈ પડસુંબીયા, હીરાભાઈ ટમારીયા , પ્રવીણભાઈ સોનગ્રા સહીત આગેવાનો સાથે કેક કાપી ને આશિર્વદ લીધા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW