આ સ્થળે ચાલી રહી હતી દશેરાની શોભાયાત્રા, પુરઝડપે આવેલી કારે 20 લોકોને કચડી નાંખ્યાં
છત્તીસગઢમાં એક મોટી ઘટના સામે આવી છે. જ્યા પુરઝડપે આવેલી એસયુવી કારે દશેરાની શોભાયાત્રામાં 20 લોકોને કચડી નાંખ્યાં છે. આ ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ઘણા લોકો ગંભીરરૂપથી ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
જાણકારી પ્રમાણે જસપુરના પત્થલગાંવના રાયગઢ રોડ ઉપર આ ઘટના ઘટી છે. લોકો દશેરાની શોભાયાત્રામાં સામેલ થયા છે. ત્યારે પાછળથી પુરઝડપે આવેલી એસયુવી કારે લોકોને કચડી નાંખ્યાં છે. બાદમાં લોકોએ કારનો પીછો કરીને પકડી પાડી છે. તેમાં મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાબાદ તણાવની સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કારની સ્પીડ લગભગ 100થી 120ની રહી હશે. ગાડી ધસમતી આવી અને સીધા જ લોકોને હડફેટે ચડાવ્યા હતા. લોકોએ ઘટનાના વિરોધમાં પત્થલગાંવ પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું. આ ઉપરાંત ગુમલા-કટની નેશનલ હાઈવે પર મૃતકનું શબ રાખીને ચક્કાજામ કર્યો હતો. પોલીસે એક ASI પર ગાંજાની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે આરોપી કાર સવાર ASIની સાથે જ મળીને ગાંજાની હેરાફેરી કરવાની તરફેણમાં હતો. તેથી અમે ASI વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યાં છીએ.