કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં ઔધોગિક ક્ષેત્ર મંદ પડતા લોકોની રોજગારી છીનવાતા આવક ઘટી છે અનેક લોકોએ એવા પણ છે જેમની પાસે ખાવા માટે પણ રૂપિયા નથી. દર વર્ષે વૈશ્વિક ભૂખમારો સૂચકાંક એટલે કે ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ 2021ની યાદી જાહેર થઈ ચૂકી છે. આ યાદીમાં ભારતની સ્થિતિ ચિંતાજનક છે. વિશ્વના 116 દેશની યાદીમાં ભારતનું સ્થાન 101મું રહ્યું છે. ભારતએ 31 દેશમાં સામિલ છે. જ્યાં ભૂખમરાની સમસ્યા ખૂબ જ ગંભીર છે. ગત વર્ષે ગ્લોબલ હંગર ઈન્ડેક્ષની યાદીમાં ભારતનું સ્થાન 94મું રહ્યું હતું. ગત વર્ષે 107 દેશની યાદી જાહેર કરવામાં આવી હતી. આ વખતે બહાર પાડેલી યાદીમાં માત્ર 15 દેશ એવા રહ્યા છે જે ભારત કરતા પાછળ છે.
પાપુઆ ન્યુ ગિનિયા-102માં, અફઘાનિસ્તાન 103માં, નાઈજિરિયા 103માં, કોન્ગો 105માં, મોઝામ્બિક 106માં, સિએરા લિયોન 106માં, હેતી 109માં, લાઈબેરિયા 110માં, મેડાગાસ્કર 111માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો 112માં, ચૈડા 113માં, સૈન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક 114માં, યમન 115માં અને સોમાલિયા 116માં ક્રમે છે.ભારત આ યાદીમાં ખૂબ પાછળ છે. ભારત સિવાય ભારતના પાડોશી દેશ આગળ છે. પાકિસ્તાનનો ક્રમ આ યાદીમાં 92મો, નેપાળનો ક્રમ 76મો અને બાંગ્લાદેશનો ક્રમ 76મો રહ્યા છે. ભારતના પાડોશી દેશ નેપાળ 76, બાંગ્લાદેશ-મ્યાનમાર અને પાકિસ્તાન 92માં ક્રમે છે. આ દ્રષ્ટિએ ભારત દેશની સ્થિતિ ચિંતા જનક છે. એક રિપોર્ટ અનુસાર નાગરિકને જમવાનું આપવાના કેસમાં ભારતની સ્થિતિ સૌથી શ્રેષ્ઠ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્ષમાં પાંચથી ઓછા GHI સ્કોર સાથએ ચીન, બ્રાઝિલ અને કુવૈત ટોચ પર છે. GHI સ્કોર ઓછો હોવાનો અર્થ એ છે કે, એ દેશમાં ભૂખમરીનું સ્તર ઓછું ચિંતાજનક છે. જો કોઈ દેશનો GHIમાં સ્કોર વધારે હોય તો એનો અર્થ એ થયો કે, એ દેશમાં ભૂખમરાનું સંકટ ગંભીર છે.
ભારતનો GHI સ્કોર વર્ષ 2000માં 38.8 રહ્યો હતો. જે 2012-21 વચ્ચે ઘટીને 28.8-27.5 સુધી પહોંચી ગયો હતો. રીપોર્ટમાં એવું પણ કહ્યું હતું કે, ભારતમાં કોવિડની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી લોકોની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. આ રીપોર્ટ આયરલેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મનીના સંગઠન વેલ્ટ હંગર હિલ્ફે મળીને તૈયાર કર્યો છે. GHI સ્કોર ચાર માપદંડને આધારે નક્કી કરવામાં આવે છે. અલ્પપોષણ, ચાઈલ્ડ વેસ્ટિંગ જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેનો વજન એની લંબાઈ કરતા ઓછો છે તે, ચાઈલ્ડ સ્ટંટિંગ જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેની ઉંમર કરતા લંબાઈ ઓછી છે. બાળદર મૃત્યું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં 93માં, વર્ષ2016માં 97, વર્ષ2017 માં 100, વર્ષ 2018 માં 103 અને વર્ષ2019 માં 102 ક્રમે ભારતનો ક્રમ રહ્યો છે. આ રીપોર્ટ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારતમાં હજુ પણ ભૂખમરાનું સંકટ યથાવત છે.