કોરોનાની બીજી લ્હેરના કારણે મંદ પડેલી આર્થિક ગતિવિધિ હવે ફરી પાટે ચઢી રહી છે જેની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે. ગુરુવારે ભારતીય શેરબજારમાં વધુ એક ઈતિહાસ રચાયો હતો અને સેન્સેક્સ તેની સૌથી ઉચી સપાટી પર કરી રહ્યો છે. અને ૩૫૦ આંકની ઉચાઇ સાથે પ્રથમ વખત 61,000 ની સપાટી વટાવી ગયો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઈતિહાસમાં પ્રથમ વખત 61000ને પાર કરી ગયો હતો જે 350 પોઈન્ટના ઉછાળાથી 61087 સાંપડયો હતો. ઉંચામાં 61159 તથા નીચામાં 61018 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 115 પોઈન્ટના ઉછાળાથી 18277 હતો તે ઉંચામાં 18294 તથા નીચામાં 18254 હતો.શેરબજારમાં આજે બેંક, એનબીએફસી, આઈટી સહિતના ક્ષેત્રોના શેરો લાઈટમાં હતા. આઈઆરસીટીસીનો ભાવ 400 રૂપિયાથી વધુ ઉંચકાયો હતો. બજાજ ઓટો, બજાજ ફીન, ડો. રેડ્ડી, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, લાર્સન, નેસ્લે, રીલાયન્સ, સ્ટેટ બેંક, વીપ્રો, અદાણી પોર્ટ વગેરેમાં ઉછાળો હતો.
વિશ્વબજારોની તેજી નાણા સંસ્થાઓની ધુમ લેવાલી, આર્થિક ઉદારીકરણના નવા પગલા જાહેર થવાના સંકેતો,જેવા કારણો તેજીને વેગ આપી રહ્યા છે. વનવે તેજીના માહોલ વચ્ચે સંખ્યાબંધ શેરો બાવન સપ્તાહની કે ઐતિહાસિક ઉંચાઈએ પહોંચતા રહ્યા છે. હેવીવેઈટની સાથોસાથ રોકડાના શેરોમાં પણ ધૂમ લેવાલી વચ્ચે તેજીનું વાવાઝોડુ સર્જી દીધું હતું.