ગુજરાતમાં ધીરે ધીરે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને યંગસ્ટર્સ વિવિધ કેફી પદાર્ષો અને નશાકારક દ્રવ્યોનું સેવન કરતા થયા છે. આવા સમયે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યને ડ્રગ ફ્રી કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે કોઈ આ અંગેની ચોક્કસ અને સાચી માહિતી આપશે એનું નામ ગુપ્ત રાખશે. કોઈ પણ રીતે એની ઓળખ જાહેર નહિ થાય.
એક પત્રકાર પરિષદ યોજીને મંત્રી એ જણાવ્યું કે, કેફી પદાર્થો કે માદક દ્રવ્યોની જાળમાં ફસાયેલા યંગસ્ટર્સને બહાર કાઢવા જરૂરી છે. આ લત શરીરને ખોખલુ કરી નાખે છે. જવાનીના જોશમાં હું પણ પહેલાં સિગારેટ પીતો હતો, પરંતુ પીએમ મોદી મને એક ટકોર કરી અને મેં સિગારેટ જીવનભર માટે છોડી દીધી. હું યંગસ્ટર્સને હાથ જોડીને અપીલ કરવા માગુ છું કે, તેઓ ડ્રગ્સ ફ્રી થઈ જાય અને રાષ્ટ્ર સેવામાં લાગી જાય.
ડ્રગ્સ યંગસ્ટર્સના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. આવા દુષણને ડામવા રાજ્ય સરકાર પણ કટીબદ્ધ છે. આ દૂષણને ડામવા યંગસ્ટર્સ પણ એની માહિતી પોલીસ સુધી પહોંચાડે ત્યારે જ આપણે આપણા યૌવનને સાકાર કરી શકીશું.
માદક, કેફી, નશાકારક પદાર્થો પર લગામ લગાવવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોઈ વ્યક્તિ નશાનું સેવન કરતો હોય કે પછી વેચાણ કરતો હોય તો તેની બાતમી આપનારા વ્યક્તિને ઈનામ આપવામાં આવશે. એટીએસની સુચના બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શને હેઠળ નવી પોલિસી લાવવામાં આવી છે. જેમાં જપ્ત કરેલા મુદ્દામાલના 20 ટકા સુધીનું રિવોર્ડ આપવામાં આવશે.