મોરબી જિલ્લા પંચાયતની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ કામ માટે રૂપિયા 10 લાખનો ખર્ચ મંજુર કરવમ આવ્યા હતા આ ઉપરાંત સમિતિ દ્વારા વાંકાનેર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર નિર્માણ કરવાના ટેન્ડરને મંજૂરીની મહોર મારી હતી.
મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જયંતીભાઈ ડી.પડસુંબિયાના અધ્યક્ષસ્થાને આજરોજ મળેલી કારોબારી બેઠકમાં જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રૂપિયા 10 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યા હતા તેમજ વાંકાનેર તાલુકામાં ત્રણ ગામો માટે નવીન પંચાયત ઘર બનાવવાના પ્રોજેક્ટ ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, લગત શાખાના અધિકારીઓ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.