નો ટીચરનો નો ક્લાસ સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રીપોર્ટ ફોર ઇન્ડિયા 2021 નામથી યુનેસ્કોએ રીપોર્ટ જાહેર કર્યો છે જેમાં દેશની 1.10લાખ શાળા એવી છે જે માત્ર એક જ શાળાથી ચાલે છે. વિકસિત અને મોર્ડન સ્ટેટના દાવા કરતા ગુજરાતની પોલ પણ છતી થઈ છે. ગુજરાત રાજ્યના જાહેર કરેલ રીપોર્ટ મુજબ 1275 શાળા એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક જ છે અને સમગ્ર શાળામાં અભ્યાસ તેમજ વહીવટી કામગીરી પણ કરે છે. 1275 શાળામાં ૮૭ ટકા શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મધ્યપ્રદેશ ની છે.અહી 21,000 શાળા એવી છે જેમાં એક જ શિક્ષકથી શાળા ગાડું ગબડાવવામાં આવશે.રાજ્યના 54581શાળામાંથી ૭૪ ટકા શાળા ગ્રામ્ય વિસ્તારમાં ચાલે છે.શિક્ષકોની વાત કરીએ તો ૪ લાખ શિક્ષકોમાંથી ૬૬ ટકા શિક્ષક ગ્રામ્ય વિસ્તારમાં છે 53 ટકા મહિલા શિક્ષકો છે. રાજ્યની શાળાઓમાં હજુ પણ 30869 શિક્ષકોની ઘટ્ટ છે જેમાં તેમાં પણ 39 ટકા ઘટ્ટ ગ્રામ્ય વિસ્તારમાં જ છે.
રાજ્યમાં 98 ટકા શાળા પાકા રસ્તા સાથે જોડાયેલ છે.મોટાભાગની શાળામાં પીવાનું પાણી મળી રહે તેવી સુવિધા છે.76 ટકા શાળામાં લાયબ્રેરી છે 67 ટકા શાળામાં ઈન્ટરનેટ 76 ટકા શાળામાં પુસ્તકો ફ્રી મળે છે તો શૌચાલયની સ્થિતિ પણ ખુબ સારી છે છોકરા માટેના 96 ટકા સૌચાલય અને 97 ટકા શાળામાં છોકરીના શૌચાલય ચાલુ અવસ્થામાં છે.