Saturday, January 25, 2025
HomeNationalડી.એલ. - આરસીને લઈ સરકાર લેવા જઈ રહી છે નવો નિર્ણય જાણો...

ડી.એલ. – આરસીને લઈ સરકાર લેવા જઈ રહી છે નવો નિર્ણય જાણો શું થશે ફાયદો

દેશમાં વધતા જતા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની આર.સી,બુકના ડુપ્લીકેશનની સમસ્યા તેમજ વાહનચોરીની ઘટનાને કાબુમાં લેવા કડક એક્શન તરફ જઈ રહી છે. આગામી સમયગાળામાં ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની આરસી બુક વધુ સુરક્ષિત કરવા આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવાના તરફેણમાં હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે .

ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની R.C બુકને લઈને RTO તરફથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. ટેકનોલોજી આવતા વધુ સુરક્ષિત અને સુલભ સવિધા પ્રાપ્ય કરાવવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં QR કોડ ધરાવતી RCઅને DLને લાગુ થશે. આવનારા દિવસોમાં દેશના દરેક રાજ્યમાં આ પ્રકારની સિસ્ટમ લાગુ થશે. પરિવહન વિભાગે QR કોડ બેઝ્ડ ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક વાહન ચાલકોને આપવા માટેનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રની મોદી સરકાર સમગ્ર દેશમાં એક જ સમાન ડિઝાઈનવાળા લાયસન્સ અને આરસી લાગુ કરવાના મુડમાં છે. હજું પણ દેશના અમુક રાજ્યમાં કાગળ પર આરસી બુક જાહેર કરવામાં આવે છે. તેથી એક્ટમાં ફેરફાર કરીને તમામ રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. આ માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં દેશના મહાનગરમાં આ પ્રોજેક્ટ ચાલું કરાયો છે. રાજધાનીના પરિવહન વિભાગના એક અધિકારીએ કહ્યું કે, હાલમાં પ્લાસ્ટિક કાર્ડ પર એક માઈક્રોચીપ સાથે લાયસન્સ આપવામાં આવે છે. ઘણી વખત એવો કેસ સામે આવ્યો છે નિયમ તોડવા પર જ્યારે લાયસન્સ જપ્ત થાય છે તો લોકો કોમ્પ્યુટરની મદદથી પ્લાસ્ટિક કાર્ડ પર બીજું લાયસન્સ કઢાવી લે છે. પછી એના આધાર પર વાહન ચલાવે છે. QRકોડ આવતા નકલી લાયસન્સ નહીં બને. કારણ કે દરેક પર આવો એક યુનિક કોડ રહેશે. જેની નકલ કરવી મુશ્કેલ રહેશે.

પરિવહન વિભાગ આ માટે ડ્રાઈવિંગ લાયસન્સ તથા આરસી બુક પર અંકિત સૂચનાને નવી ડિઝાઈનમાં સમાવવા એક ચોક્કસ ફોર્મેટ નક્કી કર્યું છે.આ પ્રોજેક્ટ યોગ્ય રહ્યો અને બધુ બરોબર ચાલ્યું તો આ મહિનાથી જ આ સમગ્ર પ્રોજેક્ટ દરેક પરિવહન વિભાગમાં લાગુ કરી દેવામાં આવશે. નવા ડ્રાઈવિંગ લાયસન્સમાં હવે એ વ્યવસ્થા પણ હશે કે, જો કોઈ વ્યક્તિએ ઓર્ગન ડોનેટ કર્યું હશે તો પણ એની જાણકારી એના લાયસન્સમાંથી મળી રહેશે. ડ્રાઈવિંગ લાયન્સ અને આરસી બુક પર રહેલા ક્યુઆર કોડને સ્કેન કરતા જ વાહનચાલકની તમામ જાણકારી મળી રહેશે.આ ઉપરાંત વાહન સંબંધીત તમામ પ્રકારીન જાણકારી પણ મળી રહેશે. આ તમામ વિગત સ્માર્ટફોનની સ્ક્રિન પર વાંચી શકાશે. પરિવહન વિભાગના વાહન માટેના સોફ્ટવેર સારથી સાથે એનું લીંકઅપ કરવામાં આવશે. તેથી RCકે ડ્રાઈવિંગ લાયસન્સ પર કોઈ ચલણ ફાટ્યું હશે કે અન્ય કોઈ ગુનામાં હશે તો એની પણ જાણકારી પણ મળી રહેશે. કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ એક્ટ અંતર્ગત આ ફેરફાર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW