જમ્મુ કાશ્મીરમાં ઉચાઇવાળા કેટલાક વિસ્તારોમાં સીઝનની પેહલી હિમવર્ષ થઇ છે. અનંતનાગમાં અમરનાથ ગુફા મંદિરમાં બરફવર્ષા ના પગલે ચારે તરફ બરફ જોવા મળ્યો હતો. જયારે કુપવાડાના સાઘના ટોપમાં સોમવારે સીઝનની પેહલી હિમવર્ષા જોવા મળી હતી. ઉધાનપુર ના કેટલા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઇ હતી.
આ સિવાય સોનમર્ગ પાસમાં પણ બરફનો વરસાદ પડ્યો હતો .જેના પગેલે ઘર અને વુક્ષો સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા સુંદર દશ્યો જોવા મલિયા હતા. આ ઉપરાંત હિમાચલ અને ઉતરાખંડના કેટલા વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાના કારણે વાતાવરણમાં પલટો આવીયો હતો.