ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા શેર માર્કેટ સિવાય હવે એરલાઈન્સ સેક્ટરમાં પગલાં ભરવાની તૈયારીમાં છે. આ માટે કંપની સાથે પાર્ટનરશીપ પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ટકાવારી પણ નક્કી થઈ ચૂકી છે. નવી એરલાઈન્સ શરૂ થવાના વાવડ એવા સમયે આવ્યા છે જ્યારે કોરોનાકાળમાં પડેલા મારથી જ્યાં એક તરફ એવિએશન ઈન્ડસ્ટ્રી બેઠી થઈ રહી છે એવામાં નવી એરલાઈન્સની જાહેરાત થઈ છે. આવતા વર્ષે રાકેશ એક કંપની સાથે ડીલ કરી એક અક્સા એર નામથી એર લાઇન્સ કંપની શરૂ કરવાના છે.
આ માટે કેન્દ્ર સરકારના એવિએશન મંત્રાલય તરફથી પણ જરૂરી મંજૂરી મળી ચૂકી છે. આ માટેનું નો ઓબજેક્શન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. SNV પ્રાઇવેટ લિમિટેડ નામથી એક કંપનીના અંડરમાં અકસા એર શરૂ થવાની છે. આ માટે બોર્ડમાં ત્રણ મોટા વ્યક્તિ પાયાના પથ્થર સમાન મનાય રહ્યા છે. જેમાં રાકેશ ઝુનઝુનવાલા, જેટ એરવેઝના પૂર્વ CEO વિનય દુબે અને ઈન્ડિગોના પૂર્વ પ્રેસિડન્ટ આદિત્ય ઘોષનો સમાવેશ થાય છે. આ નવી એર લાઇન્સ કંપનીના CEO વિનય દુબે રહેશે. વર્ષ 2022માં આ કંપનીની પહેલી ફ્લાઇટ શરૂ થશે. આ એર લાઈન્સ કંપનીમાં રાકેશે મોટી રકમનું રોકાણ કર્યું છે. આ કંપની સસ્તું ભાડું અને સિદ્ધપૂરની યાત્રા કરાવશે કહેવાય છે. જોકે હજુ સુધી કોઈ ફ્લાઇટ ફેર અને સર્વિસ ઑપરેશન સામે આવ્યા નથી.
વિનય દુબે એ જણાવ્યું કે અક્સા એરને નો ઓબજેક્શન સર્ટિફિકેટ મળવાથી ખુશ છું. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભારી છું. તમામ પ્રકારના નિયમોનું અક્સાં ઍરને લોન્ચ કરવા માટે પાલન કરવામાં આવશે. આ માટે રેગ્યુલેટરી ઓથોરિટી સાથે કામ કરવું જરૂરી છે. આદિત્ય ઘોષે સરકારનો આભાર માન્યો અને વિનય દુબેને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત કંપનીની નવી ટીમને પણ ઓલ ધ બેસ્ટ કહ્યું છે. આ કંપનીમાં રાકેશની 40 ટકાની ભાગીદારી હોય શકે છે એવું માનવામાં આવે છે. તેઓ આ વેન્ચરમાં 35 મિલિયન ડૉલરનું રોકાણ કરવા વિચાર કરી રહ્યા છે. 70 મોટા એર ક્રાફટની ખરીદી કંપની આવનારા 4 વર્ષમાં કરશે. કંપની હાલમાં એર બસ અને બોઈંગ સાથે વાતચીત કરી રહી છે. જોકે, ક્યાંથી આ એર સર્વિસ શરૂ થશે એ અંગે કોઈ મોટી વિગત સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ સૌથી સસ્તા દરે ફ્લાઈટ શરૂ કરવાના છે.