બજારમાં આજે કંસોલિડેશનનો સમય જોવા મળ્યો હતો. પરંતુ બજાર અંતે ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યું. આજના કારોબારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીએ રેકોર્ડબ્રેક ક્લોઝિંગ કર્યું છે. તો મીડ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. બીસીઈનો મીડકેપ ઈન્ડેક્સ .65 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 026 ટકાના વધારા સાથે બંધ થયો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 148.35 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના વધારા સાથે 60,284.31ના સ્તર ઉપર બંધ થયો હતો. તો નિફ્ટી 46 પોઈન્ટ એટલે કે 0.26 ટકાની મજબુતીની સાથે 17,991.95ના સ્તર ઉપર બંધ રહ્યો હતો.
આજે ક્રુડ ઓઈલની કિંમતોમાં પણ તેજી જોવા મળી હતી. એમસીએક્સ ઉપર ક્રુડ ઓઈલની કિંમતો 6 હજાર રૂપિયાને પાર પહોંચી છે. બ્રેંટઉપર કિંમતો 83.5 ડોલર પ્રતિ બેલર ઉપર કારોબાર કરી રહી છે. તો WTI પણ કિંમતો 80.3 ડોલર પ્રતિ બેલર ઉપર કારોબાર કરી રહી છે. અત્યારસુધીમાં ક્રુડની કિંમતોમાં 60 ટકાનો વધારો થયો છે. જ્યારે વિતેલા સપ્તાહની સાપેક્ષમાં 5 ટકાનો વધારો થયો છે. કોલસા અને નેચરલ ગેસના અભાવના કારણે માગમાં વધારો થયો છે.
ક્રુડની કિંમતો ઉપર સીટી ગ્રુપે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઠંડીમાં ક્રુડની માગમાં વધારો થશે. ક્રુડની કિંમતો 90 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. સીટી ગ્રુપનું કહેવું છે માગ વધું છે પણ ઉત્પાદન ઓછું છે. સાથે જ નેચરલ ગેસનો અભાવથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. આજે રેડીકો ખેતાનના શેરમાં 16 ટકકાનો ભારે ઉછાળો આવ્યો છે. તેની સાથે સ્ટોકની કિંમત 1,185.15 રૂપિયાની સાથે પોતાના ઓલટાઈમહાઈ ઉપર પહોંચી ચુકીછે.
આ અંગે બજારના નિષ્ણાંતોના મતે બજારમાં વેલ્યુએશનને લઈને બહુ ચિંતા નથી. જો કે કેટલીક કંપનીઓનું વેલ્યુએશન મોંઘુ થયું છે. પરંતુ બજારમાં હવે જ રોકાણની ઘણી તકો આવશે. તેમણે વધુમાં જણાવ્યું છે. પીએસયુ કંપનીઓની હજી પણ ઘણી વેલ્યુ બાકી છે. પીએસયુ કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નેંસ સારું થયું છે. પીએસયુ કંપનીની બેલેન્સ શીટ વધારે સુરક્ષિત છે. પીએસયુ કંપનીઓમાં રિસ્ક રિવોર્ડ સારો છે.
મિડકેપ ઉપર વાત કરતા તેમણે જણાવ્યું કે, મિડકેપ આઈટી કંપનીઓની વેલ્યુએશન ઉપર ચિંતા બનેલી છે. મિડકેપ આઈટી શેરોમાં પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. નવા લિસ્ટીંગ ઉપર સતર્ક રહેવાની જરૂર છે. નવી કંપનીઓમાં રોકાણને લઈને સતર્ક રહો. પીએસયુ બેંકોમાં રોકાણ કરવું એ ફાયદાનો સોદો રહેશે. પીએસયુ બેંકો તરફથી સારા રિટર્ન મળવાની આશા છે.