મોરબી અને માળિયા તાલુકાના 52 ગામોને સિંચાઈની સુવિધા ના હોય જેથી આવા ગામોને કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવા ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો ટીમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. કાંતિલાલ ડી બાવરવાએ આ અંગે ખાસ નોંધ લઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે.
મોરબી –માળિયા વિધાનસભાની ગત પેટા ચુંટણી સમયે ભાજપ વરિષ્ઠ આગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને મોરબીની સભામાં તે સમયના મુખ્યમંત્રી દ્વારા પણ આ વાતને દોહરાવવામાં આવી હતી જેથી લોકોએ ભરોસો રાખીને ભાજપને મત આપીને ઉમેદવારને જીતાડ્યા હતા. તાજેતરમાં મોરબી ખાતે એક ખાનગી મીટીંગ મળી હતી જેમાં આ ગામો પૈકીના કેટલાક ગામોના તળાવો ભરી આપવા વિચારણા કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
ત્યારે ૫૨ ગામના ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવા માંગ કરી રહ્યા છે નર્મદા યોજનાના વધારાના પાણીની ફાળવણી જો કચ્છ જીલ્લા માં થઇ શક્તિ હોય તો આ મોરબીના 52 ગામો ને શામાટે નહી ? જેથી તળાવ ભરવા માંગતા હોય તો ખેડૂતોનો વિરોધ નથી પરંતુ મૂળ માગણી છે કે કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી માંગ સાથે ઈન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ એસો ના સેક્રેટરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.