Saturday, January 25, 2025
HomeNationalચૂંટણી કાર્ડ કઢાવવું સરળ થઈ જશે, પંચ કરી શકે છે આ મોટો...

ચૂંટણી કાર્ડ કઢાવવું સરળ થઈ જશે, પંચ કરી શકે છે આ મોટો ફેરફાર

ચૂંટણી કાર્ડ બનાવવું હવે ખૂબ સરળ થાય એમ છે. ચૂંટણી આયોગ વોટર રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ટેકનિકલી મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. જેમાં વ્યક્તિગત વેરિફિકેશનની પ્રક્રિયા ખતમ થઈ શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાએ ઓનલાઈન કરવા પર તંત્ર વિચાર કરી રહ્યું છે.

નવા વોટર બનવા માટે 5થી 6 દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. આ તમામ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. હાલમાં વોટર લિસ્ટમાં નામ નાંખવા માટે ઓનલાઈન જ સુવિધાઓ તો છે. પરંતુ બાદમાં બૂથ સ્તરના કર્મચારીઓ વોટરોના વ્યક્તિગત વેરિફિકેશન કરે છે.અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ચૂંટણી આયોગ વોટર રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં આવનારા ફાર્મમાં ફેરફારની તૈયારીમાં છે. ફોર્મ 8ને હટાવવામાં આવી શકે છે. ફોર્મ 8અનો ઉપયોગ આ મતદાતાઓ માટે કરવામાં આવી રહ્યો છે.

મતદાતાઓના ઓળખ પત્ર જલ્દીથી જલ્દી પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત વીએસ સંપતના મુજબ બૂત સ્તર પર વેરિફિકેશનને હટાવવાનું પગલું ક્રાન્તિકારી રહેશે. તેમણે કહ્યું કે આ એક સારુ પગલું રહેશે. કેમ કે આ પ્રક્રિયા લોકોને વધારે સુવિધા આપશે. અનેક વાર એવું થાય છે કે જ્યારે એક વ્યક્તિ ઘર પર હોય છે અને બીજી વ્યક્તિ નહીં. જેનાથી લોકો માટે વ્યક્તિગત રીતે પોતાની ઓળખ સત્યાપિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW