જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તીએ એક ભડકાઉ નિવેદન કર્યુ છે. એક ટ્વિટમાં તેણે કહ્યું છે કે, અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એ માટે પરેશાન કરવામાં આવી રહ્યો છે કારણ કે તે મુસ્લીમ છે. ચાર ખેડૂતોની હત્યાના આોપી કેન્દ્રીય મંત્રી દેવેન્દ્રના પુત્રના કેસમાં નિષ્પક્ષ તપાસની જહ્યાએ કેન્દ્રની એજન્સીઓ 23 વર્ષના છોકરા પાછળ પડી છે કારણ કે તેની અટક ખાન છે. બીજીપીની કોર વોટ બેંકની ઈચ્છાઓને પુર્ણ કરવા માટે મુસલમાનોને નિશાન સાધવામાં આવે છે.
આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે તે ઘણું સ્વાભાવિક છે કે જો કોર્ટ આ જામીન અરજી નામંજૂર કરે. અમે એની સામે ઉચ્ચ ન્યાયાલયમાં જશું. અમે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યન ખાનની જામીન અરજી તેના આધાર ઉપર દાખલ કરવામાં આવી છે કે તેની પાસેથી કોઈપણ પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું નથી અને આરોપીઓની સાથે તેની કોઈ મીલીભગત નથી. સાથે જ આ વાતનો કોઈ સબુત મળ્યો નથી કે, આર્યન ખાન ડ્રગ્સનું સેવન કર્યું હોય.