તા.2 સપ્ટેમ્બરના રોજ ટીવી પદડાનો બેસ્ટ કલાકાર અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા નિધન પામ્યો હતો. આ એક્ટરના નિધનથી પરિવારજનો તથા ટીવીની નાની દુનિયામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. કાયમી ખોટ સાથે જીવવાનો વારો જ્યારે પરિવારના સભ્યોને આવ્યો છે. સિદ્ધાર્થની નજીકની દોસ્ત શેહનાઝ ગીલ માટે સિદ્ધાર્થનું આ રીતે અચાનક જવું એક મોટો ફટકો છે. હજું પણ તે સિદ્ધાર્થની વિદાયના દુઃખમાંથી બહાર નીકળી શકી નથી.
ધીમે ધીમે ગીલ નોર્મલ લાઈફમાં કમબેક કરવા માટે પ્રયત્નો કરી રહી છે. શેહનાઝ પોતાના કામ પર પરત ફરી રહી છે. તે પોતાની આવનારી ફિલ્મ ‘હોંસલા’ના પ્રમોશન ઈવેન્ટમાં વ્યસ્ત છે. આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શેહનાઝ ગીલે સિદ્ધાર્થના નિધન બાદ હંમેશા માટે મુંબઈ છોડવાનો નિર્ણય કરી લીધો છે. આ વાવડ સામે આવતા જ શેહનાઝના ચાહકો નિરાશ થયા હતા. પણ ચાહકો માટે રાહતના વાવડ સામે આવ્યા છે. આ ન્યૂઝ ખોટા છે કે, તે મુંબઈ છોડીને કાયમી ધોરણે જઈ રહી છે. તે મુંબઈ છોડીને ક્યાંય જઈ રહી નથી. આ વાવડમાં કોઈ સત્ય નથી. આ વીડિયો યુટ્યુબ પરથી વાયરલ થયો હતો. જે ચેનલમાંથી આ વીડિયો અપલોડ થયો છે એ વીડિયોનું કન્ટેંટ સત્ય નથી. વધુ પડતા ટ્રેન્ડ અને ચેનલના ટ્રેન્ડમાં આવવાથી આ પ્રકારના ખોટા મેસેજ અપલોડ કરી દેવામાં આવે છે. શેહનાઝ ગીલની વાત કરવામાં આવે તો એની નવી ફિલ્મ તા. 15 ઑક્ટોબરના રોજ રીલિઝ થવાની છે.