નોરતા શરૂ થયા બાદ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા શરૂ થાય છે. દુર્ગા પૂજાની ખાસ વાત એ છે કે, એ ખૂબ ધામધૂમ અને ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. પણ દર વખતે દુર્ગાપૂજાના અનોખા પંડાલને કારણે તે દેશભરમાં ચર્ચામાં રહે છે. દર વખતે જુદી જુદી થીમ અહીં ફોલો કરવામાં આવે છે. કોલકાતા દુર્ગા પંડાલ ટ્રસ્ટ દર વર્ષે એક ચોક્કસ થીમ નક્કી કરે છે. દુર્ગા માતા કોઈ સ્થળાંતર કરીને પ્રાંતમાં આવ્યા હોય એવી થિમ નક્કી કરવામાં આવી છે. જેને ભાગર માતા નામ આપવામાં આવ્યું છે. જ્યારે અનેક એવા પંડાલ છે જેમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનની પ્રતિકૃતિ જોવા મળે છે. જેમાં કેટલાક સ્ટેચ્યુ પોતે રેફ્યુજી હોવાની વાત કહે છે.
બેહાલાઝ બારિશા ક્લબે પોતાના પંડાલમાં એક બોર્ડરની પ્રતિકૃતિ તૈયાર કરી છે જેના એક પાંજરામાં માતા દુર્ગાને સ્થાપિત કર્યા છે. આ થીમને જોવા માટે આ વખતે દેશભરમાંથી લોકો ઉમટી પડ્યા છે. આ થીમની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. જે રીતે નેશનલ રજીસ્ટર સિટિઝનનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો એ સમગ્ર ચર્ચા અને સ્થિતિની કહાની આ પંડાલમાં અંકિત કરવામાં આવી છે.
બીજી તરફ નલીન સરકાર સ્ટ્રીટમાં 70ના દાયકાની બોલિવૂડ ફિલ્મના પોસ્ટર થકી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એ સમયેની સુપરહિટ અને ક્લાસિક ફિલ્મોના પોસ્ટર અને સિનના પદડા મૂકીને એક પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલને સ્થાનિકોએ ફિલ્મી પંડાલથી ઓળખે છે. વિન્ટેજ કહી શકાય એવી આ શેરી છે. જેમાં ફિલ્મોના પોસ્ટર અને એક્ટરના કટઆઉટ મૂકવામાં આવ્યા છે. આ થીમનું નામ ફિરિયા દૌ તુલીર તંન આપવામાં આવ્યું છે. ફિલ્મો રીલિઝ થતી ત્યારે એમાં એક આર્ટ અને કેરિકેચર્સ જોવા મળતા હતા જે આજની ડિજિટલ દુનિયામાં જોવા મળતા નથી.
આ વખતે કોલકાતાના શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબે બુર્જ ખલિફા ઈમારતના આકારનો પંડાલ બનાવ્યો છે. 145 ફૂટના આ પંડાલમાં જે રીતે બુર્જ ખલિફામાં લાઈટિંગ કરવામાં આવે છે એવી જ લાઈટિંગ કરવામાં આવી છે. પંડાલને આઈકોનિક દુબઈ ટાવર નામ આપ્યું છે.
આ ઉપરાંત હરિબાગ સર્બોજાનીન ક્લબ પિકહન્ટ નામનો પંડાલ તૈયાર કર્યો છે. જેનો અર્થ એવો થાય છે કે એક એવો સમય જેમાં તમે પરત જઈ સકતા નથી. 70ના દાયકામાં કોલકાતા કેવું હતું એની આખી થીમ આ પંડાલમાં જોવા મળે છે. 70 ના દાયકામાં જે રીતે દુર્ગાપૂજા થતી હતી એ જ રીત રિવાજ અનુસાર અહીં દુર્ગા પૂજા કરવામાં આવે છે. કાશી બોઝ લેન દુર્ગા પૂજા પંડાલને 84 વર્ષ થયા છે. જેમાં સુતળીની દોરીની મદદથી આખો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર પંડાલમાં રંગોળી કરવામાં આવી છે. ખાસ તો માતાજીના મસ્તક ઉપર તૈયાર કરવામાં આવેલું છત્તર જોવા માટે લોકો આવે છે.
West Bengal: Goddess Durga wears a golden designer saree & has eyes made of gold at a pandal in Baguiati, Kolkata
— ANI (@ANI) October 6, 2021
“The saree, in which 6 grams of gold is used, cost Rs 1.5 lakhs. The eyes of the idol are made of more than 10 grams of gold,” says Kartik Ghosh, an organiser pic.twitter.com/8SizmIoKFP
જ્યારે બંધુ મંડલ ક્લબ બગુઈટી પંડાલમાં માતાની આંખ સોનામાંથી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત સોનાના તાર વાળી સાડી માતાને પહેરાવવામાં આવી છે.જેની કિંમત દોઢ લાખ રૂપિયા છે.જ્યારે આંખ 10 ગ્રામ સોનાની છે. કોલકાતાના ઉત્તરભાગમાં કોરોના થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ તો બીજી વેવમાં લોકો એ જીવ ગુમાવ્યા છે. એમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે. અહીં એક બાંબુ સ્ટિક પર દીવાઓના સ્ટેંડ તૈયાર કરીને રાત્રીના સમયે દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે.