આદ્ય શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી ચાલી રહ્યો છે. એક તરફ કોરોના મહામારીએ જે રીતે મોતનું તાંડવ સર્જી દીધું છે જેના કારણે લોકોની જીંદગીમાં મોટા પાયે ફેરફાર આવ્યા છે. તહેવારોની ઉજવણી પણ અનેક પ્રતિબંધ વચ્ચે થઈ રહી છે. કોરોનાની ગંભીરતા જોઈ સરકાર અગાઉથી સક્રિય થઈ હતી અગાઉ જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવમાં જરૂરી પ્રતિબંધ સાથે ઉજવણીની પરવાનગી આપ્યા બાદ હવે નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં થતી ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.અને માત્ર મર્યાદિત લોકોની હાજરીમાં શેરી ગરબીને મંજુરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી કેટલાય સમયથી સાવ નામ માત્રની ગરબીઓ થતી હતી. ફરી ધમધમી છે . યુવા ખેલૈયામાં નિરાશા જોવા મળી હોય પણ માતાપિતા ની ચિંતા હળવી બની છે. અડધી રાત સુધી થતી પાર્ટી પ્લોટની ગરબીમાં યુવાનો ખાસ કરીને યુવતી રમવા જતી હોય તો માતા પિતાને તેની સુરક્ષાની ચીંતા રહેતીહતી તે હળવી બની છે. હમેશા તેમની સાથે એક વ્યક્તિને રહેવું પડતું તેનાથી રાહત મળી હોય તેમ લાગ્યું છે. રાત્રીના સમયે ચોક્કસ વિસ્તાર સીવાય લોકોની અવાર જવર ઓછી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી બની છે. તો બીજી તરફ ફરી શેરી ગરબીઓ જીવંત બની છે.
મોરબીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં અનેક પરંપરાગત શેરી ગરબીઓ ચાલે છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ઉજવણી રદ થતા લોકો શેરી ગરબામા બાળાની રંગત જામશે.બીજી તરફ બજારમાં પણ નવરાત્રી પર્વને લઈ ગરબા અને માતાજીની આરાધના માટે ફૂલ હાર અને અન્યચીજ વસ્તુઓની ખરીદી નીકળતા વેપારીઓમાં પણ ખુશીની લહેર છવાઈ છે. આ વખતે ખૂબ હળવી પરિસ્થિતિ છે.પણ સરકારે સાવચેતીને ધ્યાને લઈને માત્ર શેરી ગરબાને મંજૂરી આપી છે.આથી આ વખતે નવરાત્રીના કોઈ મોટા આયોજનો નહિ થાય. દરેક વિસ્તારમાં શેરી ગરબીઓ જે વર્ષોથી પ્રાચીન ઢબથી રાસ ગરબા યોજાઈ છે તેવી જ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામશે.તેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રાચીન ગરબીઓ મંડપ નાખીને સજ્જ બની છે. તેમજ ગરબા પણ હવે વેચાણ માટે બજારમાં આવી ગયા છે. તેથી નવરાત્રીને લગતી વસ્તુઓની ખરીદી પણ સારી એવી થઈ રહી છે.
શહેરોમાં તો નવરાત્રી દરમિયાન બદલાવ જોવા મળ્યો છે તો તેની સાથે સાથે ગામડાઓમાં વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન ગરબીઓ રાસ ગરબાની રંગત બાદ ગૌશાળાના દાન માટે ઐતિહાસિક નાટકો ભજવાશે.તો મોરબી જિલ્લાના ઘણા ગામડાઓમાં ભવાઈ લોક કલા આજે પણ જીવંત છે.આ કલા આ આધુનિક નવરાત્રીની ઉજવણીની ઝાકમઝોળ વચ્ચે લુપ્ત થતી કલાને આ નવરાત્રી દરમિયાન ફરી જીવનદાન મળે તેવું પણ લાગી રહ્યું છે.