Friday, November 14, 2025
HomeNationalફ્રિડમ ઓફ એક્સપ્રેશન માટે અવાજ ઉઠાવનારા પત્રકારોને નોબેલ શાંતિ પુરસ્કાર

ફ્રિડમ ઓફ એક્સપ્રેશન માટે અવાજ ઉઠાવનારા પત્રકારોને નોબેલ શાંતિ પુરસ્કાર

વર્ષ 2021 માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે બે પત્રકારોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ફિલિપીન્સના પત્રકાર મારીયા રેસા અને રૂસના પત્રકારપ દિમિત્રી મુરાતોવને આ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યાં છે. ફ્રિડમ ઓફ એક્સપ્રેશન માટે અવાજ ઉઠાવનારા આ બંને પત્રકારોની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.

મારીયા રેસા ન્યુઝ સાઈટ રૈપ્લરની સહ-સંસ્થાપક છે. તો ફિલિપીન્સ સાથે સંબંધ ધરાવે છે અને તેને ઘણા ખુલાસા કરવાના કારણે આ પહેલા પણ સન્માન મળી ચુક્યાં છે. નોબેલ કમિટીએ અભિવ્યક્તિની આઝાદીમાં તેની ભૂમિકાની પ્રશંસા કરીને તેને નોબેલ પુરસ્કાર માટે હકદાર ગણાવ્યાં છે.

Rappler's Maria Ressa, Dmitry Muratov win 2021 Nobel Peace Prize

તો રૂસની દિમિત્રી મુરાતોવ રૂસના સ્વતંત્ર અખબાર નોવાજા ગજેટાના સહ-સંસ્થાપક છે. તે છેલ્લા 24 વર્ષથી મુખ્ય સંપાદકની ભૂમિકામાં છે. તેણે સરકારની યોજનાઓની જોરદાર આલોચના કરવા માટે માનવામાં આવે છે. નોબલ કમિટીનું કહેવું છે કે, તેણે રૂસમાં અભિવ્યક્તિની આઝાદીની રક્ષા કરી છે.

આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્ર્રેડ નોબેલના નામ ઉપર મળે છે. વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલે વિસ્ફોટક ડાયનામાઈટનો આવિષ્કાર કર્યો હતો. પરંતુ તે પોતાના આવિષ્કારથી ઘણા દુખી છે. કારણ કે તેનો ઉપયોગ યુદ્ધમાં થયો છે. આ વાતના પ્રાયશ્ચિત માટે તેણે પોતાની વસીહતમાં લખ્યું હતું કે, તેની સંપત્તિનો મોટો ભાગ એક ફંડમાં રાખવામાં આવે અને તેના વાર્ષિક વ્યાજમાંથી તે લોકોને પુરસ્કૃત કરવામાં આવે જેણે માનવજાતિ માટે ઉત્કૃષ્ટ યોગદાન કર્યું છે. તેની પાંચમી પૂણ્યતિથીથી દરવર્ષે દરવર્ષે આ પુરસ્કારને તેના નામથી આપવામાં આવે છે. જે લોકોને નોબેલ પુરસ્કાર મળે છે તેને સુવર્ણ પદક અને એક કરોડ સ્વીડિશ ક્રોનર આશરે 8.20 કરોડ રૂપિયા મળે છે. આ પુરસ્કાર 10 ડિસેમ્બરે સ્ટોકહોમ સ્વીડનમાં એક ભવ્ય સમારોહમાં આપવામાં આવે છે. જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ચિકિત્સા શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વ શાંતિના ક્ષેત્રનો સમાવેશ થાય છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page