સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા ગોંડલ રોડ ચોકડી પાસે ઓવરબ્રીજ બનતો હોવાથી શનિવારે રાત્રે 12 વાગ્યાથી આ ચાર રસ્તા વાહનવ્યવહાર માટે બંધી કરી દેવાયા છે. કાર તેમજ ભારે વાહનને જુદા જુદા રસ્તેથી પસાર થવા માટે સૂચના આપવામાં આવી છે. આ વિષય પર ક્લેક્ટરે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રોડ 2 ના છેવાડે ગોંડલ હાઈવે પર કોરાટ ચોક પાસે ભારે વાહન પસાર ન થઈ શકે એ માટે બેરિકેડ પણ મૂકી દીધા છે.
તો માલિયાસણ જઈ યાર્ડ બાજુ આવવું પડશે
આ રસ્તા પર ખોડિયાર પોલીસ ચોકી સામેનો સર્વિસ રોડ તેમજ 4 ટ્રેક પર આવેલું એક મોટું ડિવાઈડર પણ તોડી પડાયું હતું. ગોંડલ ચોકડીથી અમદાવાદ બાજુ જતા વાહનોને માલિયાસણ સુધીનું અંતર 16 કિમીનું થાય છે. આ રૂટ બંધ કરી દેવાતા ભારે વાહનો હવે રિંગ રોડ 2થી સીધા જામનગર રોડ, માધાપરથી માલિયાસણ જઈ આગળ જવાનું રહેશે. જે કુલ 36 કિમીનું અંતર છે. હવે રિંગ રોડ 2 પરથી ભાવનગર જવાનું હોય તો માલિયાસણ જઈ યાર્ડ બાજુ આવવું પડશે જે અંતર કુલ 53 કિમીનું થશે. આ ઉપરાંત શાપર-રાજકોટ વચ્ચે આવ જા કરતા મજૂર તથા નોકરિયાત વર્ગને વધારાનું પાંચ કિમી ફરવું પડશે. કારણ કે, ગોંડલ ચોકડીથી પુનિતનગરના ટાંકા પાસે બીઆરટીએસ સ્ટોપ માત્ર 800 મીટરના અંતરે પડે છે. જે લંબાશે. ઓવરબ્રીજના કામને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
હાઈવે તરફ ક્નેક્ટ થઈ શકાશે
જેથી ગોંડલ બાજુંથી આવતા ભારે વાહનો માટે પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે. જ્યારે રીગરોડ પર છેક જામનગર બાયપાસ, માધાપર ચોકડી તેમજ માલિયાસણ ચોકડી પર ભારે ટ્રાફિક જામ થયો હતો. હવે રિંગરોડ પરથી કોઈ વાહનચાલકોને ગોંડલ બાજુ જવું હોય તો તેઓ રિંગરોડ 2ના છેલ્લા પોઈન્ટ પર કોરાટ ચોકેથી ડાબી બાજુ ટર્ન થઈ ખોડિયાર ચોકી પાસેથી યુટર્ન લઈને આગળ વધવાનું રહેશે. આ મામલે ક્લેક્ટરે પણ જાહેરનામું જાહેર કરી વાહનચાલકોને ધક્કો ન થાય એ માટે વૈક્લ્પિક રસ્તા અંગે જાણ કરી હતી. જાહેરનામા અનુસાર ગોંડલ બાજુંથી આવતા ટ્રક અને કન્ટેનર જેવા ભારે વાહનોએ રિંગ રોડ-2 પરથી ડાબી બાજુ ટર્ન થઈ જવાનું રહેશે. જ્યારે કાર જેવા અન્ય વાહનોએ ખોડિયાર પોલીસ ચોકીથી પુનિતનગર રોડથી 150 ફૂટ રિંગ રોડથી સીધા BRTS તરફ જઈ શકાશે. આ માટેનો રસ્તો ફોર વ્હીલ ચાલી શકે એવો છે. હવે જો રિંગ રોડ-2થી ગોંડલ તરફ જવું હોય તો પારડી નજીક આવેલા મોટા ઓવરબ્રિજની નીચે થઈને જવું પડે છે હાઈવે તરફ ક્નેક્ટ થઈ શકાશે. આ પુલની ઊંચાઈ માત્ર 2.8 મીટર જ છે. એટલે કોઈ ટ્રક કે કન્ટેનર અહીંથી પસાર નહીં થઈ શકે. ભારે વાહન ત્યાં ફસાઈ જાય અને ટ્રાફિક જામ થાય એમ છે. એટલા માટે બે વૈક્લ્પિક રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.