જો તમે પણ પોતાના વાહનથી મુસાફરી કરવા માંગો છો અને ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે કામના સમાચાર છે. હવે તમે ઘરે બેઠા ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપ્લાઈ કરી શકો છો. તેના માટે તમારે કોઈ એજન્ટ પાસે જવાની જરૂરત નથી કે સરકારી કચેરીના ચક્કરો અને લાઈનમાં ઉભા રહેવાની સમસ્યા નથી.
ડ્રાઈવિંગ લાઈસન્સ માટે તમારે એક ટેસ્ટ આપવાની રહેશે. જો તમે પહેલી વખત ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવી રહ્યાં હો તો તમને લર્નિંગ લાઈસન્સ મળશે તે બાદ એક પરીક્ષા દેવાની રહેશે. પરીક્ષા પાસ થયા બાદ તમે લર્નિંગ લાઈસન્સ માટે એલિજેબલ થઈ જશો. લર્નિંગ લાઈસન્સ થોડા મહિનાઓ માટે જ હોય છે. આ દરમયાન તમારે ગાડી ચલાવવાની ટ્રેનિંગ કે ગાડી શીખવી પડશે. લાઈસન્સનો સમય પૂર્ણ થયા પહેલા તમારે લાઈસન્સ માટે ફરીથી એપ્લાઈ કરવાનું રહેશે. કાયમી લાઈસન્સ મેળવવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

સૌથી પહેલા તમારે માર્ગ પરિવહન અને રામાર્ગ મંત્રાલયની ઓફિશીયલ વેબસાઈટ Https://Parivahan.Gov.In/ ઉપર જવાનું રહેશે. તે બાદ તમારી સ્ક્રીન ઉપર એક હોમ પેજ ખુલી જશે. જેમાં તમારે તમારા રાજ્યની પસંદગી કરવાની રહેશે. તે બાદ તમે તે પછીને પેજ ઉપર પહોંચી જશો. તમારે સૌથી પહેલા એપ્લાઈ ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે. તે બાદ ન્યુ ડ્રાઈવિંગ લાઈસન્સ વિકલ્પ ઉપર ક્લીક કરો. તે બાદ પછીના પેજમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અનેક સ્ટેજ આપેલા હશે. જેમાં તમારે નીચે continue ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમને તમારા લર્નિંગ લાઈસન્સ નંબર અને જન્મતારીખ ભરવાની રહેશે અને OK ઓપ્શન ઉપર ક્લીક કરવાનું રહેશે. તે બાદ તમારી સ્ક્રિન ઉપર એક ફોર્્મ આવશે. તમારે ફોર્મની તમામ જાણકારી ભરવાની રહેશે અને આપવામાં આવેલા તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે બાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લીક કરવાનું રહેશે.
હવે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપોઈન્ટમેન્ટ માટેના સમયની પસંદગી કરવાની રહેશે. યાદ રહે કે, સમય અને દિવસની પસંદગી બાદ તમારે તે સમય અને તે જ દિવસે આરટીઓ ઓફિસમાં જવાનું રહેશે. તેના માટે તમારે ઓનલાઈન ફીની ચુકવણી કરવાની રહેશે. પ્રોસેસ પુરી થયા બાદ તમારે sabmit બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આપવામાં આવેલા સમય પ્રમાણે કર્મચારીઓ દ્વારા તમારી પરીક્ષા લેવામાં આવશે અને તમારે તે પરીક્ષા દેવાની રહેશે. આ પરીક્ષામાં પાસ થયા બાદ તમારૂ લાઈસન્સ મોકલી દેવામાં આવશે.