ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડી માર્ટિન ગુપ્ટીલે વિતેલા મહિનામાં પોતાની ટીમની પાકિસ્તાનની ટુરમાંથી અચાનક હટાવતા અફસોશ કર્યો હતો. ન્યુઝીલેન્ડના ખેલાડીઓની ઈચ્છા હતી કે ટી-20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ટુરથી તેમને તૈયારીઓમાં મદદ મળશે.
પરંતુ રાવલપિંડીમાં પહેલો વન-ડે શરૂ થતા પહેલા જ ન્યુઝીલેન્ડે સુરક્ષાનો હવાલો દેતા ટુર કેન્સલ કરી હતી. આ પ્રવાસ રદ્દ થયા બાદ પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, ગુપ્ટિલ વિશેનો મેઈલ પ્રવાસ શરૂ કર્યા પહેલા જ તેની પત્ની લોરામૈકગોલ્ડ્રિકને મોકલાયો હતો. પરંતુ ગુપ્ટિલે આ પ્રવાસ પહેલા જાનથી મારી નાંખવાની ધમકીની એટલી ચિંતા હતી નહીં. માર્ટિન ગુપ્ટિલે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મને લાગે છે. આ નિર્ણયમાં જે પણ હાજર હતા તે તેનાથી ઘણા નિરાશ થયા છે. અમે વર્લ્ડ કપ પહેલા કેટલીક જગ્યાએ ક્રિકેટ રમીને તૈયારી કરવા માંગતા હતા પરંતુ એવી થઈ શક્યું નહીં.
માર્ટિન ગુપ્ટિલે કહ્યું કે, હું જાણું છું કે, પાકિસ્તાન પોતાની ધરતી ઉપર ક્રિકેટનું આયોજન કરવાની કોશિશ કરી રહી છે. અમે સૌ આશા રાખીએ છીએ કે ત્યાં જલ્દીથી ક્રિકેટ શરૂ થાય. પરિવારને ધમકી મળવી એ સારૂં નથી. લોરાએ મને આ ઈ-મેઈલ વિશે નથી જણાવ્યું, માટે જરા પણ ખબર ન હતી કે તેમાં શું લખાયું છે. તેને અમે ઉચ્ચાધિકારીઓને મોકલી દીધો હતો. ગુપ્ટિલે પાકિસ્તાન પ્રવાસ દરમયાન ક્રિકેટમાં પાછા ફરવાના હતા. કારણ કે તેણે બાંગ્લાદેશમાં સીરીઝ દરમયાન આરામ આપવામાં આવ્યો હતો.