ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમતાં બોલર દીપક ચાહરે ગઈકાલે પંજાબ સામે મેચ પૂરો થયા બાદ ગ્રાઉન્ડ ઉપર જ પોતાની સાંસારિક નવી ‘ઈનિંગ’નો પ્રારંભ કર્યો હતો. આમ તો ચેન્નઈ સુપરકિંગ્સ પંજાબ સામેની આ મેચ હારી ગઈ હતી. પણ દિપકે પોતાની ગર્લફ્રેન્ડ જ નહીં લોકોના દિલ જીતવામાં પણ મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. દીપક ચાહરે મેચ પૂરી થયા બાદ તુરંત બાદ વીવીઆઈપી સ્ટેડિયમમાં જઈ પોતાની ગર્લફ્રેન્ડને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. ગર્લફ્રેન્ડે પણ આ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. પછી દીપકે એને કરીને રીંગ પહેરાવી હતી.
She said yesssss.! 💍
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 7, 2021
Congratulations Cherry.! Stay Merry.! 😍🥳#WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/qVmvVSuI7A
આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે. દીપક ચાહરની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે. જયા સ્ટેડિયમમાં બ્લેક ડ્રેસ અને સ્ટાઈલીશ ગોગલ્સ પહેરીને મેચ જોવા માટે આવી હતી. તે રિયાલિટી શો બિગબોસ સીઝન-5ના સ્પર્ધક સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. હવે ટૂંક સમયમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. જયા દિલ્હીમાં એક કોર્પોરેટ કંપની માટે કામ કરે છે. દીપક ચાહરની બહેન માલતી ચહરે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. કોલકાતાની ટીમ પ્લેઓફમાં નક્કી થઈ ચૂકી છે. કોલકાતાએ રાજસ્થાનને 86 રનની માત આપી છે. IPL ટુર્નામેન્ટમાં પહેલી વખત બે મેચ એક સાથે રમાશે. રોહિત શર્માની ટીમ પાસે પ્લેઓફમાં સ્થાન મેળવવાનો કોઈ વિકલ્પ રહ્યો નથી. બીજી બાજું દિલ્હીની ટીમને હરાવીને બોંગ્લોર પ્લેઓફ માટે તૈયારીઓ કરી રહ્યું છે. દિલ્હીના પેસ બોલર્સ સામે બેંગ્લોરના બેટ્સમેનની મોટી કસોટી થવાની છે.