HomeGujaratમોરબી મનપામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 44 ઉમેદવારોએ કરી દાવેદારી

મોરબી મનપામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 44 ઉમેદવારોએ કરી દાવેદારી

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ગત 6 એપ્રિલથી ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું  જેમાં 13 વોર્ડ માં 52 કોર્પોરેટરની જગ્યા માટે ઉમેદવારી  ફોર્મ ઉપાડવા અને જમા કરવાનું શરુ થયું હતું. શરુઆતમાં અપક્ષ અને આપ ઉમેદવારોની દાવેદારી કરવામાં આવી હતી હવે ફોર્મ ભરવાના બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે હવે રાજકીય પક્ષ પણ તેમના ઉમેદવારોના નામ જાહેર કરી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે મોરબી મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડમાં શુક્રવારના રોજ કુલ 44 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. આ ઉમેદવારોમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ ભાજપમાંથી ચૂંટણી લડી અગાઉ મોરબી નગરપાલિકાના પ્રમુખ પદે રહી ચુકેલા લલિત કામરીયાએ અપક્ષમાંથી દાવેદારી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW